1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની બદતર હાલત, 10 ગ્રામ સોનાના અધધ.. 90 હજાર રૂપિયા
પાકિસ્તાનની બદતર હાલત, 10 ગ્રામ સોનાના અધધ.. 90 હજાર રૂપિયા

પાકિસ્તાનની બદતર હાલત, 10 ગ્રામ સોનાના અધધ.. 90 હજાર રૂપિયા

0
  • પાકિસ્તાનમાં સોનાના ભાવ પહોંચ્યા આસમાને
  • ટેક્સને કારણે સોનાની માંગમાં પણ ઘટાડો
  • પાકિસ્તાનમાં સોનાની કિંમત 1 લાખ રૂપિયા થવાની શક્યતા

પાકિસ્તાનના અર્થતંત્રની કંગાળ હાલતને કારણે સામાન્ય લોકોનું જીવન દોહલ્યું બન્યું છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે દેશમાં સોનાની કિંમત પણ આસમાને પહોંચી છે. પાકિસ્તાનના અખબાર ડૉન ન્યૂઝ અનુસાર પાકિસ્તાનમાં એક તોલા એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત રેકોર્ડ 90 હજાર પાકિસ્તાની રૂપિયા થાય છે. છેલ્લા એક મહિના દરમિયાન પાકિસ્તાનમાં સોનું 12,840 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે બોલાય છે. જણાવી દઇએ કે ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત રૂ.39,970 પ્રતિ દસ ગ્રામ છે અને બીજી તરફ પાકિસ્તાનમાં સોનાની કિંમત 90,000 પાકિસ્તાની રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.

શા માટે સોનું થયું મોઘું
ઑલ સિંઘ સર્રાફા જ્વેલસ એસોસિએશન મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત વધવાથી ઘરેલુ સ્તર પર કિંમતો વધી રહી છે. આગામી કેટલાક દિવસોમાં સોનું 1 લાખ રૂપિયાની કિંમતે વહેચાય તેવી પૂરી શક્યતા છે.

ASSJA ના પ્રેસિડેન્ટ હાજી હારુન રશીદ ચંદ અનુસાર હવે પાકિસ્તાનમાં સોનું ખરીદવું એ સામાન્ય નાગરિકની ગજાની બહાર છે. કારણ કે ત્યાં સામાન્ય નાગરિકને રોજિંદા ખર્ચા ઉઠાવવાનું પણ પોષાણ નથી. પાકિસ્તાની બદતર હાલતને કારણે ત્યાં વિદેશથી પણ રોકાણ નથી આવી રહ્યું.

ઘરેલુ ગોલ્ડ માર્કેટમાં સૌથી મોટી ચિંતા ફેડરલ બોર્ડ ઑફ રેવેન્યુ અર્થાત્ FBR તરફથી સોનાની જ્વેલરીના વેચાણ પર વસૂલાતા 17.5 ટકા ટેક્સ છે. આ જ કારણોસર ત્યાં માંગમાં સુસ્તી છે. પાકિસ્તાનમાં અનેક દુકાનોમાં તાળા લાગી ગયા છે. કેટલાક દિવસોમાં ત્યાંના દુકાનદારો સરકાર વિરુદ્વ પ્રદર્શન કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.