1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનને મોટો ઝટકો! ચૂકવવા પડશે 40 હજાર કરોડ રૂપિયા, આ છે કારણ
પાકિસ્તાનને મોટો ઝટકો! ચૂકવવા પડશે 40 હજાર કરોડ રૂપિયા, આ છે કારણ

પાકિસ્તાનને મોટો ઝટકો! ચૂકવવા પડશે 40 હજાર કરોડ રૂપિયા, આ છે કારણ

0

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારની તીજોરી પર હવે વધુ બોજો પડશે. જી હા, હકીકતમાં, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં એક મોટો કેસ હારી ચૂકી છે. જેને લઇને પાકિસ્તાને 40 હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનને દેવામાંથી ઉગારવા માટે 6 અબજ ડૉલરના બેલઆઉટ પેકેજનો સ્વીકાર કર્યો છે, ત્યારે હવે કેસ હાર્યા બાદ પાકિસ્તાન એ જંગી રકમ ચૂકવવી પડશે.

શું છે સમગ્ર મામલો –
વર્લ્ડ બેંકથી જોડાયેલ કોર્ટ – ઇન્ટરનેશનલ સેંટર ફૉર સેટલમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સ (ICSID) એ બલૂચિસ્તાનમાં રેકો ડિક ખાણ સોદાને રદ કરવા પર પાકિસ્તાનને 40 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલે પાકિસ્તાન કેસ હારી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને ટેથયાન કૉપર કંપનીને આ રકમ ચૂકવવી પડશે.

પાકિસ્તાનની કંગાળ સ્થિતિ
દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ સતત કહી રહ્યા છે કે પાકિસ્તાન આ સમયે આર્થિક સંકટમાં ફસાયેલું છે. જો કોઇ મજબૂત પગલું લેવામાં નહીં આવે, તો તેને બરબાદ થતા કોઇ નહીં રોકી શકે. આ પરિસ્થિતિમાં ખુદ પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે. 10 જૂનના રોજ રાષ્ટ્રીય સંબંધોનમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને જણાવ્યું હતું કે ગત 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવુ 6 હજાર અરબથી 30 હજાર અરબ રૂપિયા થઇ ચૂક્યું છે.

રાષ્ટ્રીય સંબોધનમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે જે 4 હજાર અરબ રૂપિયાનો વાર્ષિક ટેક્સ ભેગો કરીએ છીએ. તેની અડધી રકમ તો દેવાના હિસ્સાને ચૂકવવામાં જતી રહે છે. બાકીના જે પૈસા વધે છે તેનાથી દેશને ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. પાકિસ્તાની વિશ્વભરમાં સૌથી ઓછા ટેક્સની ચૂકવણી કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.