1. Home
  2. Regional
  3. પાટણમાં ઓફિસર કલબ દ્વારા રખડતા પશુંઓને રિફ્લેક્ટર લગાવવાનું માનવતા ભર્યું કાર્ય
પાટણમાં ઓફિસર કલબ દ્વારા રખડતા પશુંઓને રિફ્લેક્ટર લગાવવાનું માનવતા ભર્યું કાર્ય

પાટણમાં ઓફિસર કલબ દ્વારા રખડતા પશુંઓને રિફ્લેક્ટર લગાવવાનું માનવતા ભર્યું કાર્ય

0

પાટણઃ ગૂજરાત એટલે સદાકાળ સત્કાર્યોની મહેક પ્રસરાવી સેવાની સુગંધથી બીજાઓને પણ પ્રેરણા આપતી ભુમી. અહીંના કણ કણમાં પૂજ્ય ગાંધી બાપુના વિચારો રહેલા છે …આ એ ભુમી છે, જ્યા પૂજ્ય બાપુએ એ સંસ્કાર સિંચ્યા છે કે ‘ વૈષ્ણવ જન તો જેને કહીયે જે પીડ પરાઈ જાણે રે ‘ વહેલી પરોઢે જ આ પાર્થના હોય જેમા બીજાની ચિંતા હોય ….આવા ગૂજરાતના એક સમયના ઐતિહાસિક સૂવર્ણ કાલીન ગુર્જર ભુમીનું પાટનગર એટલે પાટણ …જી હા વિશ્વ વિરાસત રાણીની વાવ જેની શોભા બની છે તે પાટણ …પરંતુ આજે આ પાટણમાં ફરજ બજાવતા જિલ્લા પંચાયત , કલેકટર કચેરી , માર્ગ મકાન સહિત વિવિધ વિભાગો અને સ્થાનિક એનજીઓ તેમજ ઉત્સાહી યુવા વર્ગના સેવા ભાવિ કાર્યો બીજા માટે પણ અનુકરણીય બની રહ્યા છે .પહેલા  માનવતાની દીવાલ , શિયાળામાં ગરીબોને સાલ વિતરણ અને હવે આજથી રખડતા પશુઓને રીફ્લેટર લગાવી જાહેર માર્ગો પર અકસ્માત નિવારવાનો વિચાર સાચે જ ગાંધી વિચારોની પ્રતીતિ કરાવે છે

પાટણ ખાતે થોડાક મહિનાઓ અગાઉ શરૂ થયેલી ઓફિસર ક્લબ એક પછી એક સત્કાર્યો કરતું રહ્યું છે પહેલા શિયાળા દરમિયાન ઠંડીમાં ઠૂંઠવાતા લોકોને સાલ વિતરણ , પછી જરૂરિયાત મંદને કપડા અને બુટ ચમ્પલ મળી રહે તે માટે માનવતાની દીવાલની પહેલ કર્યા બાદ આજે પાટણ શહેરના સિધ્ધપૂર ચાર રસ્તા , બસ સ્ટેશન , લીલીવાડી વિસ્તાર પર રખડતા ઢોર દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે તેને રોકવા આવા રખડતા ઢોરના ગળામાં રિફ્લેક્ટર બેલ્ટ લગાવવાનું અભિયાન શરૂ કરાયું છે , આજે જિલ્લા પંચાયત , કલેકટર કચેરી અને નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ અન્ય  અધિકારીઓ તેમજ સ્થાનિય યુવાઓની મદદથી લગભગ 100 પશુઓને રીફ્લેકટર લગવાયા છે. ત્યારે આ રિફ્લેક્ટર બેલ્ટથી પશુ ને કોઈ નુકશાન થતું નથી અને રાત્રિના અંધારામાં તે સ્પષ્ટ ચળકતું હોઈ ઓછી લાઇટમાં પણ જોઈ શકાય છે જેથી નાના ટુ વ્હીલર , રિક્ષાચાલક કે ફૉર વ્હીલર વાહનો અકસ્માતનો ભોગ બનતા નથી જેથી માનવ જિંદગી તો અકસ્માતથી બચે જ છે પરંતુ સાથે સાથે પશુઓને પણ નુકશાન થતું અટકે છે ત્યારે કાળી રાત્રે જાહેર માર્ગો પર સરકારી કર્મચારીઓ પણ પશુઓને રોટલી ખવરાવી આવા બેલ્ટ લગાવતા જોઈ શહેરીજનો પણ તેમના કામના વખાણ કરી તેમની કામગીરીને યોગ્ય લેખાવી રહ્યા છે ત્યારે આજે આવા કાર્યો જોઈ ચોક્કસ બાપુ ની વહેલી પરોઢ ની પાર્થના ના શબ્દો દિલ થી હોઠ પર ગૂંજતા થાય છે ….કે વૈષ્ણવ જન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે …..

tags:

LEAVE YOUR COMMENT