1. Home
  2. Regional
  3. પાલીતાણાના નોંઘણવદર ગામે માથાભારે લોકોએ ગરીબ દલિત પરિવારનું મકાન પાડી દેતા પરિવાર ઘર વિહોણો બન્યો
પાલીતાણાના નોંઘણવદર ગામે  માથાભારે લોકોએ ગરીબ દલિત પરિવારનું મકાન પાડી દેતા પરિવાર ઘર વિહોણો બન્યો

પાલીતાણાના નોંઘણવદર ગામે માથાભારે લોકોએ ગરીબ દલિત પરિવારનું મકાન પાડી દેતા પરિવાર ઘર વિહોણો બન્યો

0

ભાવનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામે ભૂમાફિયા અને જમીનો પચાવી પાડનારા લેભાગું તત્વો થી ગ્રામજનો પરેશાન થયા છે નોંઘણવદર ગામે રહેતા એક ગરીબ (દલિત) શામજીભાઈ ગોહેલ પરિવારના મકાન ગામના માથાભારે ભૂમિ માફિયા લોકો દ્વારા પાડી દેવામાં આવતા દલિત પરિવાર ઘરવિહોણો બન્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે રહેતા શામજીભાઈ ગોહેલ દલિત શ્રમજીવી  ગરીબ પરિવારના છે. ગામના  ભૂમિમાફિયાઓ દ્વારા તેમના મકાન પાડી કબજો કરી લેવામાં આવ્યો હતો શામજીભાઈ દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા દલિત પરિવાર મુશ્કેલી મુકાયો છે પરિવારના મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની ફરજ સતાવી રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે પાલીતાણા તાલુકામાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે.ગામના માથાભારે લોકો પોલીસથી પણ ડરતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દલિત ગરીબ પરિવારને ન્યાય મળે એવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂમિ માફિયાઓને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે એવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યા છે. આ મામલે ભારે વિરોધ થયા બાદ પોલીસમાં મોડીરાત્રે નોંઘણવદર ગામે દલિત નું મકાન પાડી જ્ઞાતિ વિષે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ નોંધાઈ હતી.જેમાં પાલિતાણા રુરલ તાબેના નોઘણવદર ગામે રહેતા શ્યામજીભાઈ ગોહેલે આજ ગામે રહેતા નારણ માધા, મનજી માધા, કલ્યાણ માધા, બેચર રામસંગ, દીપસંગ હરસંગ, નારણભાઈનો નાનો ભાઈ તથા મનજી જેસીંગભાઇ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તમામે એક સંપ કરી ફરિયાદીનું મકાન તોડી પાડી ફરિયાદીને જ્ઞાતિ વિશે અપમાનિત કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો ઉમેરી તપાસ હાથ ધરી છે.

tags:

LEAVE YOUR COMMENT