1. Home
  2. Regional
  3. પાળીયાદ નજીક કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોતઃ એક ગંભીર
પાળીયાદ નજીક કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોતઃ એક ગંભીર

પાળીયાદ નજીક કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોતઃ એક ગંભીર

0

ભાવનગરઃ બોટાદ જિલ્લાના પાળીયાદ પાસે  મામા દેવ ચોકડી પાસે આવેલી  દરગાહ નજીક કાર નંબર જીજે ૦૫ સીડી ૮૬૪૧ના ચાલક ચંદ્રેશ શાહે એકાએક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા  કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારચાલક ચંદ્રેશ શાહને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક પાળીયાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે કારચાલકને મૃત જાહેર કર્યા હતા અને આ અકસ્માતમાં વધુ એકને ઇજા થતાં વધુ સારવાર અર્થે બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે.કે, બોટાદથી પાળીયાદ જતા રસ્તામાં આવેલી દરગાહ પાસે એક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં સવાર ચાલક સહિત બે વ્યક્તિને ખૂબ જ ઈજા પહોંચી હતી. જેમાં કારના ચાલક ચંદ્રેશ શાહને પાળીયાદની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે એડમીટ કરવામાં આવતા હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે  ચંદ્રેશ શાહને મૃત્યુ જાહેર કર્યા હતા. તથા બીજા વ્યક્તિને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા જૈન સમાજમાં તેમજ ભાવનગર તથા બોટાદ શહેરમાં શોકની લાગણી જોવા મળી હતી

tags:

LEAVE YOUR COMMENT