1. Home
  2. Regional
  3. પાસના આગેવાન અલ્પેશ કથીરિયાની પાલીસે કરી ધરપકડ
પાસના આગેવાન અલ્પેશ કથીરિયાની પાલીસે કરી ધરપકડ

પાસના આગેવાન અલ્પેશ કથીરિયાની પાલીસે કરી ધરપકડ

0

રાજદ્રોહના કેસ મામલે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ થયેલા પાટીદાર અનામત આંદોલન (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાની અંતે પોલીસ ધરપકડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલજાથી અલ્પેશની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન નામંજૂર થયા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયા ગાયબ હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના નેતા અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો પોલીસે કેસ કર્યો હતો.ત્યારબાદ અલ્પેશે હાઈકોર્ટમાંથી શરતી જામીન મેળવ્યા હતા.દરમિયાન ટ્રાફિકના મામલે અલ્પેશને પોલીસ સાથે માથાકુટ થતા પોલીસે જામીન રદ કરવા માટે રજુઆત કરી હતી જે કોર્ટે માન્ય રાખ્યા બાદ અલ્પેશે હાઈકોર્ટમાં જામીન ચાલુ રાખવા અરજ ગુજારી હતી.પણ હાઈકોર્ટે નામંજુર કરતા દોઢ મહિનાથી અલ્પેશ પોલીસ પકડથી દુર રહ્યો હતો.દરમિયાન અલ્પેશ કથીરિયાના મિત્ર આશિષ વઘાસીયાના લગ્નમાં આવતા જ પોલીસે અલ્પેશની ધરપકડ કરી હતી.

LEAVE YOUR COMMENT