1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલીય પેદાશો પરના વધારા ટેક્સથી સરકારની નાણાંકીય ખાદ્ય ઘટાડી શકાશે
પેટ્રોલીય પેદાશો પરના વધારા ટેક્સથી સરકારની નાણાંકીય ખાદ્ય ઘટાડી શકાશે

પેટ્રોલીય પેદાશો પરના વધારા ટેક્સથી સરકારની નાણાંકીય ખાદ્ય ઘટાડી શકાશે

0

આવતા નાણાકીય વર્ષમાં 1.82 લાખ કરોડનો અંદાજ

નાણાકીય ખાદ્યના આંકડાને 20 BPS ઘટાડી શકાશે

કોરોના વાયરસને પગલે દુનિયાના વિવિધ દેશોના અર્થતંત્રને અસર પહોંચી છે. પરંતુ ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા ઘટાડાથી ભારતીય અર્થતંત્રને મજબુતી મળવાનો અંદાજ છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડા સાથે સરકાર દ્વારા પેટ્રોલીયમ પેદાશોમાં ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે. જેથી સરકારની આવકમાં વધારો થવાની શકયતા છે. ટેક્સને કારણે વર્ષ 2020માં સરકારને રૂ. 1.71 લાખ કરોડની આવક થઈ છે. તેમજ ક્રૂડ ઓઈલની કિંમત આ જ પ્રમાણે રહે તો વર્ષ 2021માં સરકારને ટેક્સની આવક રૂ. 1.82 લાખ કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે સરકારની નાણાકીય ખાદ્ય ઘટશે. એટલું જ નહીં GDPમાં વૃદ્ધિ સાથે નાણાકીય ખાદ્યના આંકડાને 20 BPS ઘટાડી શકાશે.

એક્યુટ રેટીંગ્સ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર ભારતમાં ઓઈલ ઉપર લેવાતો ટેક્સ અને વૈશ્વિક ઓઈલના ભાવના ભૂતકાળના ડેટા પ્રમાણે જુલાઈ 2015માં ઈરાન સાથેના અમેરિકાના પરમાણુ કરાર મુદ્દે કાચા તેલની કિંમતમાં વધઘટ જોવા મળી હતી. ત્યારે ભારત સરકારની પેટ્રોલિયમ પેદાશો ઉપરના કેરવેરાની આવકમાં વધારો થયો હતો.  પેટ્રોલિયમ પેદાશો પરના સેસ અને વઘારાની ડ્યુટી સહિતની કરની આવકમાં નાણાંકીય વર્ષ 2014માં 0.32 લાખ કરોડ થઈ હતી. જ્યારે નાણાંકીય વર્ષ 2020માં વધીને રૂ. 1.71 લાખ છે. નાણાકીય વર્ષ 2014માં ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 103 ડોલર હતો. જ્યારે ચાલુ વર્ષે લગભગ 60 ડોલરની આસપાસ છે.

એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચના સીઈઓ શંકર ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, ઓઈલના ભાવમાં ઘટાડાની અસર વર્ષ 2020માં સામાન્ય થઈ શકે છે. પરંતુ નાણાંકીય વર્ષ 2021માં ઓઈલ ટેક્સની આવકમાં નોંધયાત્ર વધારો થવાની શકયતા છે. એક અંદાજ પ્રમાણે વર્ષ નાણાકીય 2021માં ઓઈલ ટેક્સની આવક રૂ. 1.82 લાખ રહેવાની શકયતા છે. તેમજ વધારાની રૂ. 30 હજારથી 60 કરોડની આવક થવાનો અંદાજ છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 50 ડોલરથી નીચે રહે, તેમજ વૈશ્વિક ભાવોમાં ઘટોડામાં પણ સરકારના નિર્ણય અનુસાર રિટેલ કિંમતો લાગુ પડે અને કોરોના સહિતના જોખમો છતા ડોલરની સામે રૂપિયો મજબુત રહે તો ઓઈલ ટેક્સની આવકમાં વધારો થવાનો અંદાજ છે. જેથી ઓઈલ ટેક્સની વધારાની આવકથી રાજકોષીય ખાદ્ય પરના સંભવિત દબાણોને સરભર કરી શકાશે. જેના પરિણામે જીડીપીમાં વધારો થશે અને સાથે સાથે નાણાકીય ખાદ્યના આંકડાનો બીએસપી પણ ઘટાડી શકાશે.

એક્યુટ રેટિંગ્સ દ્વારા વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, વર્ષ નાણાંકીય 2021માં ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 50 ડોલરથી નીચે રહેશે. એક અંદાજ પ્રમાણે સરેરાશ 41 ડોલરની રહેવાની શકયતા છે. નાણાકીય વર્ષ 2016માં યુએસના પ્રતિબંધો દૂર થવાની ઈરાનમાં ઓઈલનો પુરવઠો વધ્યો છે અને વૈશ્વિક ઓઈલ બજારમાં દરરોજ 1.5થી 2 મિલિયન બેરલની વધારાની સપ્લાય જોવા મળી હતી. ભારતના દૈનિક પેટ્રોલિયમ ઉત્પાદન વપરાશમાં સરેરાશ 3.3 મિલિયન બેરલ થઈ ગયું છે. જે ગયા વર્ષના વપરાશ કરતા 0.6 ટકા વધારે છે. એક્યુટ રેટિંગ્સના અંદાજ અનુસાર વર્ષ 2021માં લગભગ 4.32 મિલિયન બેરલ થવાની શકયતા છે. વર્ષ 2020માં ભારત 16 ટકા ઓછો ક્રૂડ ઓઈલનો જથ્થો 24 ટકા ઓછી રકમમાં આયાત કરે તેવી શકયતા છે. જેથી વર્ષ 2021માં ભારતીય રૂપિયાના અવમૂલ્યને ફાયદો થવાની સંભાવના છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.