1. Home
  2. Political
  3. પોતાના ખિસ્સામાં હંમેશા રાખે છે ગાયની તસવીર પ્રજાસત્તાક દિનના સમારંભના મુખ્ય અતિથિ!
પોતાના ખિસ્સામાં હંમેશા રાખે છે ગાયની તસવીર પ્રજાસત્તાક દિનના સમારંભના મુખ્ય અતિથિ!

પોતાના ખિસ્સામાં હંમેશા રાખે છે ગાયની તસવીર પ્રજાસત્તાક દિનના સમારંભના મુખ્ય અતિથિ!

0

માતામેલા સિરિલ રામાફોસા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં છે, કારણ કે 26 જાન્યુઆરી, 2019ના રોજ ભારતના 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં તેઓ મુખ્ય મહેમાન છે. રામાફોસા સાઉથ આફ્રિકાના પાંચમા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ છે. તેમના પહેલા જેકબ જુમા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ હતા. જુમાએ 14મી ફેબ્રુઆરી, 2018ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જુમાના રાજીનામા બાદ યોજાયેલી ચૂંટણીમાં રામાફોસા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા રામાફોસા દક્ષિણ આફ્રિકામાં મૂળિયા સુધી
ફેલાયેલા રંગભેદી વંશવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા. રંગભેદના દિવસોમાં આફ્રિકન
લોકોને ખોટા આરોપોમાં જેલમાં પુરી દેવામાં આવતા હતા. 1974માં જ્યારે રામાફોસા આવી
ધરપકડનો ભોગ બન્યા, ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. ત્યારે તેઓ કોલેજમાં
અભ્યાસ કરી રહ્યા હતા. તેમને અગિયાર માસ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાંથી
બહાર નીકળ્યા બાદ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બાદમાં ટ્રેડ યુનિયનની
નેતાગીરી પણ કરવા લાગ્યા હતા. રામાફોસાને લાગતું હતું કે રંગભેદથી ત્રસ્ત આ દેશમાં
ગોરાઓના રાજનો વિરોધ કરવાનો આ યોગ્ય રસ્તો છે. જ્યારે 1990માં 27 વર્ષની કેદ બાદ
મંડેલા મુક્ત થયા, તો રામાફોસાએ તેમની સાથે મળીને ગોરાઓના રાજમાંથી દક્ષિણ
આફ્રિકાને મુક્ત કરાવીને દક્ષિણ આફ્રિકામાં લોકશાહીને સ્થાપિત કરવામાં સામેલ હતા.

રંગેભદની લડાઈના આંદોલનનો મુખ્ય ચહેરો હતા રામાફોસા

રામાફોસા સાઉથ આફ્રિકામાં એન્ટિ-અપાર્થિડ એટલે કે રંગભેદી વંશવાદ વિરુદ્ધના
આંદોલનનો મુખ્ય હિસ્સો રહી ચુક્યા છે. એન્ટિ-અપાર્થિડ આંદોલનની સફળતાને કારણે જ
દક્ષિણ આફ્રિકાના પહેલા બ્લેક રાષ્ટપ્રમુખ નેલ્સન મંડેલા હતા. આ આંદોલને દેશને
બ્લેક અને વ્હાટ વિશેષાધિકૃત લોકોની વચ્ચે અસમાનતાઓને દૂર કરવાનું કામ કર્યું
હતું.

સાઉથ આફ્રિકાના બ્લેક લોકોને ઘણાં અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા અને
તેમા વોટિંગનો હક પણ સામેલ હતો. જ્યારે નેલ્સન મંડેલા દેશના પ્રથમ બ્લેક
રાષ્ટ્રપ્રમુખ બન્યા, તો દેશના બ્લેક લોકો માટે તેમણે ઘણું કામ કર્યું હતું. મંડેલા
રામાફોસાના સાઉથ આફ્રિકાના ભાવિ રાષ્ટ્રપ્રમુખ તરીકે જોતા હતા. પરંતુ આફ્રિકન
નેશનલ કોંગ્રેસે તેમના સ્થાને થાબો મબેકીને આગામી રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા હતા. આના
કારણે રામાફોસા ઘણાં નિરાશ થયા હતા. જેને કારણે તેઓ રાજકારણથી દૂર ચાલ્યા ગયા હતા.
મંડેલાએ તેમને નવી પેઢીના સૌથી વધુ ગિફ્ટેડ નેતા ગણાવતા હતા.

એન્ટિ-અપાર્થિડ આંદોલનનો હિસ્સો રહેલા અને આફ્રિકન નેશનલ કોંગ્રેસના સદસ્ય
રહેલા રામાફોસાએ ફરીથી કારોબાર શરૂ કર્યો હતો. તેમનું નામ સાઉથ આફ્રિકાના વિખ્યાત
કારોબારીઓમાં સામેલ છે. 2014માં રામાફોસાને આફ્રિકન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ
તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 2014થી 2018 સુધી તેમણે પાર્ટીના અધ્યક્ષ તરીકેની
કામગીરી કરી હતી. બાદમાં 2018માં તેઓ સાઉથ આફ્રિકાના પાંચમા રાષ્ટ્રપ્રમુખ બન્યા
હતા.

રામાફોસા પર લાગી ચુક્યો છે રંગીનમિજાજીના આરોપ

66 વર્ષીય રામાફોસા પર રંગીન મિજાજીના પણ આરોપો લાગી ચુક્યા છે. ગત વર્ષ તેઓ
સતત ઘણી મહિલાઓ સાથેના સંબંધોને લઈને આરોપોના ચક્રવ્યૂહમાં ફસાયેલા જોવા મળ્યા
હતા. એક આરોપનો રામાફોસાએ પણ સ્વીકાર કર્યો હતો. બાકીના આરોપો તેમને બદનામ કરવા
માટે થઈ રહ્યા હોવાનું જણાવીને તેને નકાર્યા હતા. પોતાના જે પ્રેમસંબંધો મામલે
તેમણે કબૂલાત કરી હતી, તેના સંદર્ભે તેમણે કહ્યુ હતુ કે આના સંદર્ભે તેમણે પોતાની
પત્નીને જણાવી દીધું હતું. અન્ય આરોપોની અસર લાંબા સમય સુધી રહી નથી.

ગાયો પ્રત્યે રામાફોસાના છે ખાસ લગાવ

સિરિલ રામાફોસા પોતાના ખિસ્સામાં હંમેશા ગાયની તસવીર રાખે છે. તેઓ ગાયની તસવીર
લોકોને દેખાડતા પણ રહે છે. રામાફોસાની તમામ ગાયોને નામ પણ આપવામાં આવ્યા છે. તેમણે
પોતાના ફાર્મમાં ગાયોના પ્રજનનને પણ પ્રોત્સાહીત કર્યું છે. રામાફોસા રાજનેતાઓને
ગિફ્ટમાં જાતવાન ગાય આપે છે.

LEAVE YOUR COMMENT