1. Home
  2. Political
  3. પોરબંદર, બનાસકાંઠા અને પંચમહાલના સાંસદોને રિપિટ નહીં કરીને ભાજપે નવા ઉમેદવારોને કર્યા પસંદ
પોરબંદર, બનાસકાંઠા અને પંચમહાલના સાંસદોને રિપિટ નહીં કરીને ભાજપે નવા ઉમેદવારોને કર્યા પસંદ

પોરબંદર, બનાસકાંઠા અને પંચમહાલના સાંસદોને રિપિટ નહીં કરીને ભાજપે નવા ઉમેદવારોને કર્યા પસંદ

0

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ભાજપે પ્રથમ 16 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. જ્યારે કોંગ્રેસ હજુ 6 ઉમેદવારોની પસંદગી કરી શકી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રારંભને હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે. ત્યારે આજે બુધવારે મોડીરાત સુધીમાં ઉમેદવારો જાહેર થઈ જવાની શક્યતા છે. ભાજપ દ્વારા આજે બપોરે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ત્રણેય વર્તમાન સાંસદને રિપિટ નહીં કરીને નવા ચહેરા પસંદ કરવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાની બેઠક પર પરબત પટેલ, તથા પંચમહાલની બેઠક પર રતનસિંહ અને પોરબંદરની બેઠક પર રમેશ ઘડુકને પસંદ કરવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક રાજકીય ક્ષેત્રે મહત્વની ગણવામાં આવે છે. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું વર્ચસ્વ છે. આ બેઠક પરના ચાલુ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીને ફરીવાર ટિકિટ નહીં આપીને ભાજપે ગુજરાત સરકારમાં પ્રધાનપદે સેવા આપી રહેલા થરાદના ધારાસભ્ય પરબત પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. પરબત પટેલ લાકસભામાં ચૂંટાશે તો થરાદ વિધાનસભાની બેઠક ખાલી પડશે અને આ બેઠક પર શંકર ચૌધરીને લડાવવામાં આવશે. આથી પરબત પટેલને જીતાડવામાં શંકર ચૌધરી પણ તમ,મન અને ધનથી મદદ કરીને પુરી તાકાત લગાવશે. પરબત પટેલ ચૌધરી સમાજના છે. ભાજપના કાર્યકર્તાઓએ પણ પરબત પટેલને ટિકિટ આપવાની જાહેરાતને વધાવી લીધી છે. જ્યારે પોરબંદરની બેઠક પરથી ચાલુ સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબીયતને કારણે તેમને ટિકિટ નહીં આપીને  રમેશ ધડુકને પસંદ કરવામાં આવ્યા છે. જો કે વિઠ્ઠલ રાદડિયાને સ્થાને તેમના જ પરિવારમાંથી પૂત્ર અથવા પત્નીને ટિકિટ આપવાની માગ ઊઠી હતી. અને આજે સવારે વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનરો પણ લાગ્યા હતા. રાદડિયા પરિવારનો પોરબંદર લોકસભા ક્ષેત્રમાં વર્ષોથી રાજકીય દબદબો છે. વિઠ્ઠલ રાદડિયાના પૂત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબીનેટ કક્ષાના પ્રધાન છે. એટલે રાદડિયાની નારાજગી હશે તો દુર કરી શકાશે. એમ ભાજપના જ આગેવાનો માની રહ્યા છે. જ્યારે પંચમહાલની બેઠક પર ચાલુ સાંસદ પ્રભાતસિંહને રિપિટ નહી કરીને રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર પ્રભાતસિંહને ટિકિટ ન આપતા વિવાદ ઊભો થવાની શક્યતા છે. પણ ભાજપની ડેમેજ કન્ટ્રોલ ટીમ પાવર ફુલ છે. એટલે નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓને મનાવી લેવાશે

tags:

LEAVE YOUR COMMENT