1. Home
  2. Regional
  3. પ્રાંતિજના સોનાસણ નજીક સિક્કોતેર માતાજીના મંદિરે પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
પ્રાંતિજના સોનાસણ નજીક સિક્કોતેર માતાજીના મંદિરે પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

પ્રાંતિજના સોનાસણ નજીક સિક્કોતેર માતાજીના મંદિરે પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

0

નનાનપુરઃ સાબરકાંઠા  જિલ્લાના  પ્રાંતિજ તાલુકાના  સોનાસણ અને રામપુરા  ગામ મધ્યેના  સીમાડામાં  આવેલા  સાડા  ચારસો  વર્ષ  પ્રાચીન  ભગવતી  વહાણવટી  સિક્કોતર માતાજીના  મંદિરે  ચૈત્રી  નવરાત્રી  આઠમ  અને  માતાજીના  પાટોત્સવની તા.13મીથી તા.15મી  સુધીનો  ત્રણ દિવસનો  પાટોત્સવ  મહોત્સવ  અને  નવચંડી યગ્નોત્સવ યોજાયો છે. આ ધાર્મિક કાર્યક્રમમાં માટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.  

સાબરકાંઠામાં આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે અનેક ધાર્મિક સ્થળે માતાજીનું પૂજન અને યજ્ઞના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રાંતિજ તાલુકાના સોનાસણ અને રામપુરા ગામ વચ્ચે સીમમાં આવેલા 450 વર્ષ જુના પ્રાચીન ભગવતી વહાણવટી સિક્કોત્તર માતાજીના મંદિરમાં આજે ચૈત્રી સુદ આઠમ દિનથી ત્રણ દિવસ સુધી પાટોત્સવ અને નવચંડી યજ્ઞોત્સવનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમના આયોજક  ડાહયાભાઈ  પ્રજાપતિ, મનુભાઈ  વાળંદ, કાન્તિભાઈ  મહારાજે ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરી હતી.  આ કાર્યક્રમમાં  હજારોની  સંખ્યામાં  માઈભકતો ઉપસ્થિત રહી  માતાજીના  પાવન પ્રસંગનો  અને  મહાપ્રસાદનો  લહાવો  લીધો હતો.  નાની નાની  બાલિકાઓનુ  પૂજન..માતાજી ની ભવાઈનો ખેલ..મહાપ્રસાદ. રામદેવપીર જ્યોતપાઠનું  સુંદર આયોજન  કરવામાં  આવ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT