Politicalગુજરાતી

પ્રિયંકા ગાંધી બાદ હવે ભાઈ વરુણ ગાંધી પણ કોંગ્રેસમાં થશે સામેલ?

ભાજપના નેતા અને સુલ્તાનપુરથી લોકસભાના સાંસદ વરુણ ગાંધીની હિસ્સામાં આવેલી રાજકીય કારકિર્દીની દુવિધાઓ ઘણાં ઓછા રાજનેતાઓના ભાગમાં આવતી હોય છે. તેમણે નિવેદન આપીને કહ્યુ છે કે ભાજપે તેમનું અને તેમની માતાનું સમ્માન કર્યું છે. તેનાથી અલગ થવાનું તેમની પાસે કોઈ કારણ નથી. પરંતુ આ તો કહેવાની જ વાત થઈ.

ગત પાંચ વર્ષોમાં વરુણ ગાંધીના ભાજપથી અલગ થવાના કારણો દરરોજ હજાર બહાનાથી નોંધાઈ રહ્યા છે. 2013માં તેમને પાર્ટીના ઈતિહાસમાં સૌથી ઓછી વયના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2014ની લોકસભાની ચૂંટણી બાદ વરુણ ગાંધીને એક પછી એક તમામ પદ અને જવાબદારીઓમાંથી અળગા કરવામાં આવ્યા હતા. સાંસદોના વેતન અને રોહિંગ્યાઓની મ્યાંમાર ખાતે વાપસી જેવા ઘણાં મુદ્દાઓ પર વડાપ્રધાન કાર્યાલય તરફથી વરુણ ગાંધીને સલાહ આપવામાં આવી હતી કે તેઓ પોતાના નિવેદનોથી ભાજપની મુશ્કેલી વધારે નહીં.

વરુણ ગાંધીની સક્રિયતાથી ભાજપ નાખુશ?

દેશના પ્રથમ ક્રમાંકના રાજકીય પરિવારમાંથી આવતા અને 40 વર્ષથી ઓછી વય ધરાવતા એક રાજનેતા માત્ર સુલ્તાનપુરના સાંસદ બનીને ખુશ રહે, આ વાત કંઈક અંશે અટપટી લાગી રહી છે. જેવા કે સંકેતો મળી રહ્યા છે કે ભાજપ તરફથી વરુણ ગાંધીને 2019ની ચૂંટણીમાં લોકસભાની ટિકિટ મળવાનું પણ નિશ્ચિત નથી. આશંકાનું એક પાસું સક્રિય બુદ્ધિજીવી અને કોલમિસ્ટ વરુણ ગાંધીની ભૂમિકા સાથે પણ સંકળાયેલું છે. જેના કારણે પાર્ટી બિલકુલ સંતુષ્ટ નથી.

બીજું પાસું જમીની વાસ્તવિકતાઓ છે. તેના પર ઓછી વાતચીત થઈ રહી છે. અમેઠી રાજપરિવારના વારસ અને આસામથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સંજયસિંહના પત્ની અમિતા સિંહ 201ની લોકસભા ચૂંટણી સુલ્તાનપુરથી વરુણ ગાંધી સામે લડયા હતા. બાદમાં 2017માં સંજયસિંહના પ્રથમ પત્ની ભાજપના ઉમેદવાર ગરિમા સિંહ વિરુદ્ધ પણ અમિત સિંહ ચૂંટણી લડયા અને હાર્યા હતા. સુલ્તાનપુરની આસપાસ એવી અપુષ્ટ ચર્ચાનો ગણગણાટ છે કે પોતાની અસર બચાવવા માટે સંજયસિંહ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.

એક વાત નક્કી છે કે વરુણ ગાંધી પોતાના ઘોષિત સ્ટેન્ડ મુજબ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કંઈપણ બોલતા નથી. જેના કારણે ભાજપ માટે તેમની કોઈ ઉપયોગિતા નહીં હોવાનું પણ માનવામાં આવે છે. વરુણ ગાંધીને યુપીના મુખ્યપ્રધાન પદના સંભવિત ચાર-પાંચ નામમાં ગણતરી થતી હોવાના દિવસો પણ હવે રહ્યા નથી. હાલ તો વરુણ ગાંધી સાંસદોની વેતનવૃદ્ધિની વિરુદ્ધ નિવેદન આપે છે, તો તેમની જ પાર્ટીના સાંસદ મિનાક્ષી લેખી આને ગાંધી-નહેરુ પરિવારના કથિત આડાઅવળા નાણાં સાથે સાંકળી દે છે.

પ્રિયંકા ગાંધી સાથે વરુણના છે સારા સંબંધો

એમા કોઈ શંકા નથી કે 2014ની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા એક નિવેદનને બાદ કરવામાં આવે, તો પ્રિયંકા ગાંધીના સંબંધો વરુણ ગાંધી સાથે સારા રહ્યા છે. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવાને કારણે વરુણ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશનો માર્ગ કંડારી શકે તેવી પણ શક્યતા છે. પરંતુ નિશ્ચિતપણે વરુણ ગાંધી રાજકારણમાં પોતાની આયારામ-ગયારામ જેવી છીબ કંડારવા ઈચ્છશે નહીં અને આવું કોઈપણ પગલું ઉઠાવતા પહેલા ભાજપમાંથી નીકળવાનું કોઈ તાત્કાલિક કારણ તેઓ જરૂરથી શોધશે. વળી માતા મેનકા ગાંધી દશકાઓ પહેલા સર્જાયેલા મનમુટાવને ભૂલવા કેટલા રાજી છે, તેના પર પણ વરુણ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશની સંભાવનામાં એક મોટો ભાગ ભજવશે.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply