1. Home
  2. Regional
  3. પ્રેમિકાને રાતના આંધારામાં મળવા ગયેલા પ્રેમીનું ગામલોકોએ નાક કાપી નાંખ્યુ
પ્રેમિકાને રાતના આંધારામાં મળવા ગયેલા પ્રેમીનું ગામલોકોએ નાક કાપી નાંખ્યુ

પ્રેમિકાને રાતના આંધારામાં મળવા ગયેલા પ્રેમીનું ગામલોકોએ નાક કાપી નાંખ્યુ

0

પ્યાર કીયા તો ડરના ક્યા એમ સમજીને  સામાન્ય રીતે પ્રેમી પંખીડાઓ એકબીજાને મળવા દોડી જતા હોય છે. ક્યારેક પકડાઇ જતાં પ્રેમીએ માર ખાવાનો પણ વારો આવતો હોય છે. જોકે, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે  પોતાની પ્રેમિકાને મળવા તેના ઘેર પહોંચેલો પ્રેમી પકડાઈ ગયો હતો અને ટોળાંએ  તેણે વિચાર્યું પણ નહીં હોય એવી હાલત કરી નાખી. પ્રેમીને પકડીને લોકોએ તેને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેનું નાક પણ કાપ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામના પરા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પ્રકાશ ચંદુભાઇ મકવાણા પોતાની પ્રેમિકાને મળવા માટે રાત્રે તેના ઘરમાં ગયા બાદ પ્રેમિકાનો પરિવાર જાગી જતા યુવક પકડાઇ ગયો હતો. ત્યારબાદ યુવકને પ્રેમિકાના પરિવારજનો અને ગામલોકોએ ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ પ્રેમી યુવકનું નાક કાપી નાંખવામાં આવ્યું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદી યુવક પ્રેમીનું નાક કાપી લીધા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE YOUR COMMENT