1. Home
  2. ગુજરાતી
  3. રણવીર-દીપિકા આ રીતે મનાવશે તેમના મેરેજની ફર્સ્ટ એનિવર્સરી- રણબીરે ફોટો કર્યો શેર
રણવીર-દીપિકા આ રીતે મનાવશે  તેમના મેરેજની ફર્સ્ટ એનિવર્સરી- રણબીરે ફોટો કર્યો શેર

રણવીર-દીપિકા આ રીતે મનાવશે તેમના મેરેજની ફર્સ્ટ એનિવર્સરી- રણબીરે ફોટો કર્યો શેર

0

બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાની વલ સ્ટોરીને લઈને આ કપલ હમેંશા ચર્ચામાં રહ્યું છે,આફ્ટર મેરેજ અને બિફોર મેરેજ આ કપલ એટલું જ રોમેન્ટિક જોવા મળે છે,ત્યારે આવતીકાલે એટલે કે 14 નવેમ્બરના રોજ આ કપલના લગ્નની પહેલી વર્ષગાઠ છે,આ કપલ તેમની
પહેલી વર્ષગાઠ સેલિબ્રેટ કરવા માટેની તૈયારીમાં લાગી ગયું છે,રણવીર કપુરે ફેશપેક લગાવેલો એક ફોટો દિપીકાને શૅર કર્યો છે,જે સોશિયલ મીડિયામાં ખુબ જ જોવામાં આવી રહ્યો છે.

આ કપલ તેમના લગ્નની પહેલી વર્ષગાઠ મંદિરમાં દર્શન કરીને ભગવાનના આશિર્વાદ સાથે મનાવશે,એક મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે,રણવીર અને દિપીકા તિરુપતિ બાલાજી મંદિરે દર્શન કરવા માટે જવાના છે,તેમના સાથે તેમના ફેમિલીના સભ્યો પણ જશે,તે સાથે તેઓ પદ્માવતી મંદિરના દર્શન પણ કરશે,આ મંદિર તિરુપતિ બાલાજી પાસે જ આવેલું છે.ત્યાર પછી તેઓ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પર માથુ ટેકવા માટે રવાના થશે અને ફરી 15 નવેમ્બરના રોજ મુંબઈ આવશે.

ઉલ્લેખનીય છે કે,દિપીકા પાદુકોણ અને  રણવીર સિંહ બોલિવૂડનું સૌથી પોપ્પુલર કપલ છે,આ બન્નેની કેમેસ્ટ્રીને લોકોએ ખુબજ પસંદ કરી છે અને કરી રહ્યા છે,આ બન્નેની મુલાકાત સંજયલીલા ભણસાલીની ફિલ્મ રામલીલાના સેટ પર થઈ હતી,6 વર્ષથી એક બીજાના પ્રેમમાં પડ્યા બાદ આ કપલ 14 નવેમ્બરના રોજ વર્ષ 2018મા ઈટલીના ફેમસ લેક કોમોમાં પોતાના પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં સાત વચનોમાં બંઘાયા હતા,તેમના લગ્નના ફોટોઝ પણ ખુબ જ વાયરલ થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.