1. Home
  2. ગુજરાતી
  3. બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- “આ દશકાની શરુઆત વાળા સત્રમાં મજબુત પાયો નાખવાનું કાર્ય થશે”
બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- “આ દશકાની શરુઆત વાળા સત્રમાં મજબુત પાયો નાખવાનું કાર્ય થશે”

બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- “આ દશકાની શરુઆત વાળા સત્રમાં મજબુત પાયો નાખવાનું કાર્ય થશે”

0

અર્થવ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે આજે સંસદનું બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે,મોદી સરકારના બીજા કાર્યાલયનું પ્રથમ બજેટ 1લી ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રજુ કરનાર છે.શુક્રવારના રોજ બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થશે.ત્યાર બાદ સરકાર તરફથી આર્થિક સર્વે રજુ કરવામાં આવનાર છે.

બજેટ સત્ર આરંભ થતા પહેલા પ્રઘાનમંત્રી મોદીએ કહ્યું કે,”બીજા કાર્યલયનું આ પ્રથમ સત્ર છે,આ સત્રમાં દશકાના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્યતા છે કે આવતી કાલે નવાવર્ષનું બજેટ રજુ કરવામાં આવે”.

આ સત્ર આર્થિક બાબતો અંગે કેન્દ્ર સ્થાને ચર્ચામાં છે,વિશ્વ સ્તરે આર્થિક વિષયોના સંદર્ભમાં ભારત કઈ રીતે પરિસ્થિતિઓનો લાભ લઈ  શકે છે,પોતાની આર્થિક ગતિવઘિઓને  મજબુત બનાવતા સાથે કઈ રીતે આગળ વઘી શકે છે.તે તમામ બાબચતોને ઘ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્રારા આ બજેટ સત્ર રજુ કરવામાં આવશે.

આર્થિક સર્વે આપણી સામે રજુ થતા પહેલા તો શેરબજારની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારના રોજ સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 150 થી વધુ પોઇન્ટની મજબુતી સાથે જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં 40 પોઇન્ટ સુધીનો ઉછારો નોંધાયો હતો.સવારે 9.40 વાગ્યે, સેન્સર 41,090 ના સ્કોર પર વેપાર થતો  જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટીએ 12,070 નો આંકડો પાર કર્યો છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.