1. Home
  2. Regional
  3. બારડોલીની બેઠક પર તુષાર ચૌધરીના નામ સામે વિરોધ થતા કોંગ્રેસે જાહેરાત અટકાવી
બારડોલીની બેઠક પર તુષાર ચૌધરીના નામ સામે વિરોધ થતા કોંગ્રેસે જાહેરાત અટકાવી

બારડોલીની બેઠક પર તુષાર ચૌધરીના નામ સામે વિરોધ થતા કોંગ્રેસે જાહેરાત અટકાવી

0

બારડોલી :  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનીપસંદગીની કવાયત ચાલી રહી છે. ગુરૂવારે રાત્રે કોંગ્રેસે સાંજે કોંગ્રેસ તરફથી ગુજરાતના નવા 13 નામની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે બારડોલી બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. અધિકારિક યાદીમાં નામ ન આવતા તુષાર ચૌધરી મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, તેમણે દાવો કર્યો હતો કે પક્ષ તરફથી તેમનું નામ નક્કી જ છે. મોડીરાત સુધી કોંગ્રેસ પાર્ટી તરફથી બારડોલી બેઠક બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો. દરમિયાન આજે શુક્રવારે બપોર સુધી હાઈકમાન્ડે કોઈ નિર્ણય લીધો નહતો. એટલે બારડોલી બેઠકના ઉમેદવાર બદલાઈ રહ્યાની અટકળો ચાલી હતી.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના માંડવી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ બારડોલી બેઠક પરથી ટિકિટ માંગી હતી. એટલું જ નહીં તુષાર ચૌધરીનું નામ નક્કી થતાં તેમણે રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. કહેવાય છે કે, આનંદ ચૌધરીની ધમકી બાદ જ કોંગ્રેસે બારડોલી બેઠક પર જાહેરાત અટકાવી દીધી હતી. આનંદ ચૌધરીને દિલ્હીના નેતાઓ સાથે વાતચીત કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાદમાં આનંદ ચૌધરીને સમજાવટ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત સુધી આ બાબતે કોઈ નિવેડો ન આવતા આખરે કોંગ્રેસે બારડોલી બેઠક પર જાહેરાત અટકાવી દીધી હતી.શુક્રવારે સાંજ સુધીમાં બારડોલી બેઠકના ઉમેદવારનું સત્તાવાર નામ જાહેર થાય તેવી શક્યતા છે. આનંદ ચૌધરી માની જશે તે તુષાર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવશે. બારડોલી લોકસભા બેઠક મામલે કોંગ્રેસે ટિકિટની જાહેરાત કર્યા બાદ ખેરગામ તાલુકાના વાંદરવેલા ગામ ખાતે આદિવાસી સમાજની સભા યોજાઈ હતી. મોડી રાત્રે આ સભા યોજાઈ હતી. આ બેઠકમાં વાંસદાના ધારાસભ્ય તેમજ આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ ન આપવામાં આવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બારડોલી બેઠક પર કયા નેતાને સમર્થન આપવું તે બાબતે ચર્ચા થઈ હતી. શનિવારે આદિવાસી સમાજ દ્વારા કયા નેતાને પોતાનું સમર્થન જાહેર કરવું તેની જાહેરાત કરવામાં આવી શકે છે.

LEAVE YOUR COMMENT