1. Home
  2. Political
  3. બેથી વધુ બાળકો પેદા કરનારાઓનો મતાધિકાર રદ્દ કરો: બાબા રામદેવ
બેથી વધુ બાળકો પેદા કરનારાઓનો મતાધિકાર રદ્દ કરો: બાબા રામદેવ

બેથી વધુ બાળકો પેદા કરનારાઓનો મતાધિકાર રદ્દ કરો: બાબા રામદેવ

0

યોગગુરુ બાબા રામદેવે દેશમાં વસ્ત વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે વોટિંગ અધિકાર છીનવવાનો અને સરકારી નોકરીઓથી આના મામલે વંચિત રાખવાની જોગવાઈ લાગુ કરવાનું સૂચન કર્યું છે. ઉત્તરપ્રદેશમાં અલીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે કહ્યુ છે કે સરકારે બેથી વધુ બાળકો ધરાવતા લોકોનો વોટિંગ અધિકાર છીનવી લેવો જોઈએ અને આવા લોકોને ચૂંટણી લડવાની પણ મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે બેથી વધુ બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરીઓ અને ટ્રીટમેન્ટ ફેસિલિટીથી પણ વંચિત કરવા જોએ. પછી ચાહે આવા લોકો હિંદુ સમુદાયમાંથી આવતા હોય કે પછી મુસ્લિમ સમુદાયમાં આવતા હોય.

ભારતની ઝડપથી વધતી વસ્તીને ટાંકતા બાબા રામદેવે કહ્યુ છે કે વસ્તીવધારાને કાબુમાં લેવા માટે આવા પગલા ઉઠાવવા જોઈએ. મતાધિકાર છીનવવો, ચૂંટણી પર રોક લગાવવી, સરકારી નોકરીઓ અને મેડિકલ સુવિધાઓથી વંચિત રાખવાની જોગવાઈ કરીને વસ્તીવધારાના મામલાને કાબુમાં લઈ શકાય તેમ છે.

તેમણે કહ્યુ છે કે આના સિવાય બેથી વધુ બાળકો પેદા કરનારા લોકોને સરકારી સ્કૂલો અને હોસ્પિટલોમાં પણ પ્રવેશ આપવો જોઈએ નહીં. આનાથી વસ્તીવધારો આપોઆપ નિયંત્રિત થઈ જશે.

બાબા રામદેવ પહેલા પણ વસ્તીવધારાને નિયંત્રણ કરવા બાબતે નિવેદન આપી ચુક્યા છે. આના પહેલા ગત વર્ષ નવેમ્રમાં તેમણે ક્હ્યુ હતુ કે તેમના જેવા જે લોકોએ જીવનભર લગ્ન કર્યા નથી, તેમને વિશેષ સમ્માન આપવું જોઈએ. તેની સાથે જ જે લોકો બેથી વધારે બાળકો પેદા કરી છે, તેમના મતાધિકારને છીનવી લેવો જોઈએ.

રામદેવ ત્યાં સુધી કહી ચુક્યા છે કે વસ્તીવધારામાં ઝડપી વૃદ્ધિ દેશ અને સમાજ બંને માટે ઘાતક છે. હાલમાં વસ્તીનું સંતુલન કરવું બેહદ જરૂરી છે. પછી ચાહે તેના માટે ચીન જેવા કડક કાયદા કેમ બનાવવા પડે નહીં? આ સિવાય કેન્દ્રમાં સત્તારુઢ ભાજપની અંદર પણ વસ્તીવધારો રોકવા માટે કાયદો બનાવવાની માગણીઓ ઉઠી ચુકી છે.

ભાજપના સાંસદ સાક્ષી મહારાજ અને મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે પણ વસ્તીવધારો રોકવા માટે કાયદો બનાવવાની માગણી કરી છે. ગિરિરાજ સિંહે તાજેતરમાં કહ્યુ હતુ કે ગત કેટલાક વર્ષોમાં હિંદુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. તેનાથી સામાજિક સમરસતા તૂટી છે. માટે વસ્તીવધારાને નિયંત્રણમાં લેવા માટે કડક કાયદો બનાવવાની જરૂરત છે. તેને હિંદુ અને મુસ્લિમ એમ બંને સમુદાયો પર લાગુ કરવામાં આવે.

ભાજપના સાંસદ સાક્ષી મહારાજ કહી ચુક્યા છે કે દેશમાં બે બાળકો બસના કાયદાનું પાલન થવું જોઈએ, ત્યારે જ વસ્તી નિયંત્રણ કરી શકાશે. આ સિવાય લોકોને વસ્તીવધારાને નિયંત્રિત કરવા માટે જાગરૂક કરવાનું કામ પણ કરવું જોઈએ. તેના માટે આંદોલન ચલાવવાની પણ જરૂરત છે. મહત્વપૂર્ણ છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ સ્થાને ચીન અને ત્રીજા સ્થાને અમેરિકા છે.

LEAVE YOUR COMMENT