in , ,

ભગવાન જગન્નાથના રથનું અમદાવાદ કોર્પોરશન પર ભવ્ય સ્વાગત

અમદાવાદઃ આજે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનો હર્ષોઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે ત્યારે હાલ ભગવાન જગન્નાથના ત્રણેય રથ અમદાવાદ કોર્પોરેશન પર આવી પહોંચ્યા છે. આજે 142મી આ રથયાત્રા સવારમાં 7 વાગ્યે શરુ થઈ હતી જ્યારે વહેલી પ્રભાતે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યાર પછી ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા

આ પ્રારંભ થયેલી રથયાત્રા હાલ અમદાવાદ કોર્પોરેશન પર આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આજે ગુજરાતમાં સુરત, રાજકોટ અને ભાવનગરમાં પણ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો જ્યારે અમદાવાદની રથયાત્રાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષણ જમાવ્યું છે, રથયાત્રાનું AMC મારફત કન્ટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ રથયાત્રામાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે ત્યારે ભજન મંડળી પણ કોર્પોરેશન પહોંચી છે જ્યારે ઈસ્કોન મંદીરમાંથી પણ રથયાત્રા પ્રસ્થાન થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કાયરતા દેખાડનારા સૈનિકની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટે માની યોગ્ય, કહ્યું- સૈનિકે દરેક સ્થિતિમાં મુકાબલો કરવો જોઈએ

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ