1. Home
  2. Regional
  3. ભાંભરમાં બાઈક પર આવેલા લૂંટારૂ શખસો 18 લાખના સોનાના દાગીના ભરેલો થેલો ઉઠાવી ગયા
ભાંભરમાં બાઈક પર આવેલા લૂંટારૂ શખસો 18 લાખના સોનાના દાગીના ભરેલો થેલો ઉઠાવી ગયા

ભાંભરમાં બાઈક પર આવેલા લૂંટારૂ શખસો 18 લાખના સોનાના દાગીના ભરેલો થેલો ઉઠાવી ગયા

0

પાલનપુર : બનાસકાંઠ જિલ્લાના ભાભરમાં રાત્રે લૂંટની ઘટના બની હતી. ભાભરના એક સોના ચાંદીના વેપારી દુકાન વધાવીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે પલ્સર પર આવેલા બે અજાણ્યા શખસોએ વેપારીનો થેલો આંચકી લીધો હતો. બંને શખસો થેલો આંચકી અને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ચૂંટણીના સમયે ચુસ્ત પોલીસબંદોબસ્ત અને નાકાબંધી હોવા છતાં લૂંટની ઘટના ઘટી હતી. વેપારીના થેલામાં સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડમ રકમ સહિત રૂપિયા 18 લાખની મતા હતી. લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાંભરમાં સોના ચાંદીના વેપારી  રાત્રે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બે અજાણ્યા બાઇક સવારો તેમની સામે આવ્યા હતા. વેપારી  કઈ સમજે તે પહેલાં બંને  લૂંટારૂ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલા વેપારીએ તાત્કાલીક પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.આ ઘટનાના પગલે પોલીસે લૂંટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે વેપારીની દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરી રહી છે. પોલીસ અગાઉના ગુનેગારો અને પલ્સર બાઇક સવારોની કડી મેળવી રહી છે. આ લૂંટની અંજામ આપવા માટે અગાઉથી રેકી થઈ હતી કે નહીં ઉપરાંત આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી  છે કે નહીં, કે પછી અજાણ્યા શખ્સો છે તેનો તાગ મેળવવા માટે પોલીસે અનેક દિશામાં તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT