1. Home
  2. Regional
  3. ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રકિયાનો પ્રારંભઃ મોદી રાજકોટથી ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રમાં ફાયદો થાય
ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રકિયાનો પ્રારંભઃ મોદી રાજકોટથી ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રમાં ફાયદો થાય

ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રકિયાનો પ્રારંભઃ મોદી રાજકોટથી ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રમાં ફાયદો થાય

0

રાજકોટ :  લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની આજે ગુરૂવારથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં વોર્ડના હોદ્દેદારો, શહેરના હોદેદ્દારો, કોર્પોરેટરો, ધારાસભ્ય સહિતના આગેવાનો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યાં હતાં. આ બેઠક માટે નરહરી અમીન, બાબુ જેબલિયા અને જયાબેન ઠક્કરે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મોદી રાજકોટથી ચૂંટણી લડશે તેના જવાબમાં બાબુ જેબલિયાએ જણાવ્યુ હતું કે અન્ય ધણા સક્ષમ ઉમેદવાર છે મોદી નહીં લડે. તો નરહરિ અમિને કહ્યું હતું કે મોદી અહીથી લડે તો આખા સૌરાષ્ટ્રને ફાયદો મળે. આમ એક જ પક્ષના બે નેતાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની બેઠક પરથી વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ગત ટર્મમા ટિકિટ આપતા લોકલ રાજકારણ ગરમાયું હતું અને લોકલ ભાજપની ટીમમાં આંતરિક વિરોધ દેખાયો હતો જેના પગલે રાજકોટ ભાજપના કાર્યાલયને તાળા મારી દેવાયા હતા. આ વખતે પણ મોહન કુંડારીયાને રિપીટ કરવાની વાત લઇને વિરોધ દેખાયો છે આ વાત દિલ્હી સુધી પહોચી છે. આજે સેન્સ પ્રક્રિયામાં પણ અંદરખાને વિરોધનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનુ નામ સેન્સમાં લેવાય તેવી ચર્ચા જોવા મળી હતી. રાજકોટ બેઠક પાટીદારનો ગઢ છે માટે ઉમેદવારની પસંદગી પણ લેઉવા અથવા કડવા પર ઉતારવા પડે તેવી ભાજપની સ્થિતિ છે. એક અટકળ એવી છે રાજકોટ બેઠક ભાજપનો ગઢ છે મોદીએ ધારાસભ્ય વખતે પણ સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડ્યાં હતા.જો મોદી રાજકોટથી લડે તો જુનાગઢ જામનગર,પોરબંદર, સહિતની બેઠકને મોટો ફાયદો મળે. મોદીની લોકપ્રિયતા અને તેના કદને લઇ તમામ બેઠક પર ફાયદો મળે. ગતટર્મમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં તમામ બેઠકો પર કેસરીયો લહેરાયો હતો જે મોદી લહેરજ હતી. આ વખતે પણ તે ફાયદો મળી શકે તેમ છે. ભાજપના નિરીક્ષકો 14થી 16 એપ્રિલ દરમિયાન સ્થાનિક આગેવાનોની સેન્સ લેશે. ત્યાર બાદ 17થી 19 માર્ચ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિરીક્ષકો અહેવાલ રજૂ કરશે. પાર્લામેન્ટરી બોર્ડ લોકસભા બેઠકના ઉમેદવારના નામ અથવા પેનલ તૈયાર કરી કેન્દ્રીય નેતાગીરીને મોકલી આપશે. રાજકોટમાં નરહરી અમીન, બાબુ જેબલિયા, જયાબેન ઠક્કર, જૂનાગઢમાં ચીમન સાપરિયા, રમેશ રૂપાપરા, અમીબેન પરિખ, સુરેન્દ્રનગરમાં સૌરભ પટેલ, નીતિન ભારદ્વાજ, જશુબેન કોરાટ, પોરબંદરમાં શંભુનાથ ટુંડિયા, રમેશ મુંગરા, આદ્યાશક્તિ મજમુદાર, જામનગરમાં મનસુખ માંડવિયા, રમણલાલ વોરા, બિનાબેન આચાર્ય, અમરેલીમાં આર.સી.ફળદુ, જયંતી કવાડિયા, નીમુબેન બાંભણિયા અને ભાવનગરમાં મુળુભાઇ બેરા, મહેશ કેશવાલા, ભાનુબેન બાબરિયા સેન્સ લેશે.

tags:

LEAVE YOUR COMMENT