1. Home
  2. Regional
  3. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તની ધમકીઃ કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તની ધમકીઃ કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તની ધમકીઃ કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ

0

વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓના વાણી વિલાસથી વિવાદો ઊભા થતા હોય છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં વાઘોડિયા ખાતે જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના મતદારોને ધમકી આપી હતી કે, જો કમળને મત નહિં આપો તો ઠેકાણે પાડી દઇશ. આ વીડિયોએ આજે સોશિયલ મીડિયા વાયરલ થતા જ વિવાદ ઊભો થયો છે. દરમિયાન ચૂંટણી પંચ મધુ શ્રીવાસ્તવ સામે સિઓમોટો કેસ દાકલ કરે તેવી કોંગ્રેસે માગ કરી છે.

લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. શાસક પક્ષ અને વિપક્ષ આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે. ત્યારે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસે જાહેર સભામાં કહ્યું હતું કે ‘બધાજ બુથની અંદર કમળના નિશાન નીકળવું જોઈએ. જો કમળના નિશાન નહિં નીકળે, તો કાન ખોલીને સાંભળી લે જો ગેરકાયદેસર રહેતા લોકોને ઠેકાણે પાડી દઇશ. હું લડતો નથી. દાદાગીરી કરીને કહું છું. તમોને વર્ષોથી પાલવી રહ્યાં છીએ. તમોને પાણી, ડ્રેનેજ, લાઇટ વગેરેની સુવિધા પૂરી પાડી રહ્યા છે. તમે વેરો પણ ભરતા નથી અમને ખબર છે. આ વખતે પણ કમળ ખીલવાનું છે. તેમાં બેમત નથી. અને હિંદુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદીજ બેસવાના છે. તેમાં પણ બે મત નથી. ભાજપને સત્તા ઉપર બેસતા કોઇ રોકી શકશે નહિં. ’ મધુ શ્રીવાસ્તવના વાયરલ થયેલા વિડિયોથી લોકોમાં ભાજપા સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મધુ શ્રીવાસ્તવનો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો બાદ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યએ જે ભાષામાં વાત કરી એ નવું નથી. ભાજપની આ રીત છે. અસામાજિક તત્વોનો ઉપયોગ કરીને ડરનો માહોલ ઊભો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ આનો જવાબ આપવો જોઈએ. મધુ શ્રીવાસ્તવ જે ભાષા બોલી રહ્યા છે. તે ભાજપની ભાષા છે. ચૂંટણી પંચ મધુ શ્રીવાસ્તવ સામે સુઓમોટો કરી કેસ દાખલ કરે તેવી માગ છે

LEAVE YOUR COMMENT