1. Home
  2. Political
  3. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસને હરામજાદા કહેવાનું ભારે પડ્યુઃ ચૂંટણી પંચે ફટકારી નોટિસ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસને હરામજાદા કહેવાનું ભારે પડ્યુઃ ચૂંટણી પંચે ફટકારી નોટિસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસને હરામજાદા કહેવાનું ભારે પડ્યુઃ ચૂંટણી પંચે ફટકારી નોટિસ

0

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં જાહેર ભાષણો દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કન્ટ્રોલ રાખી શકતા નથી. અને બેફામ વાણી વિલાસ કરતા હોય છે. ગુજરાત ભાજપના જ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહેવાનું ભારે પડ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જીતું વાઘાણીને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે.

ચૂંટણી ભાષણોમાં બેફામ નિવેદનો કરવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને દિલ્હીથી ચૂંટણી પંચે નોટિસ ફટકારીને ખુલાસો કરવા આદેસ આપ્યો છે. વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહ્યા હતા. આ સંદર્ભે ૨૦ એપ્રિલ એટલે કે શનિવારની સાંજે પાંચ વાગ્યા પહેલા તેઓ ખુલાસો નહી કરે અથવા તો તેમણે કરેલી સ્પષ્ટતા સાથે ચૂંટણી પંચ સહમતી નહી દર્શાવે તો ભાજપના આ નેતા સામે ઠપકાથી લઈને જાહેર સભા મારફતે ચૂંટણી પ્રચાર  ઉપર પ્રતિબંધ સુધીની કાર્યવાહી થશે. વાઘાણીએ સુરતમાં ભાજપની સભામાં કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહ્યા હતા. કોંગ્રેસે કલેક્ટર કમ સ્થાનિક ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી હતી. જો કે, સુરતના કલેક્ટરે તત્કાળ વાઘાણીના ઉચ્ચારણોથી કોઈ પણ પ્રકારની આચારસંહિતા ભંગ થતી નથી તેવો રિપોર્ટ ફાઈલ કર્યો હતો. આ ઘટનાક્રમના એક દિવસ પછી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના રિપોર્ટ, સ્થાનિક નિરીક્ષકોની ટીમના અભિપ્રાય બાદ દિલ્હીથી જીતુ વાઘાણીને નોટિસ ફટકારવામાં આવી હતી. ૨૦ એપ્રિલની સાંજે પાંચ વાગ્યા પહેલા તેની સ્પષ્ટતા કરવા કહેવાયુ છે. આ મુદ્દતમાં યોગ્ય સ્પષ્ટતા નહી થાય તો ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશના નેતાઓની જેમ ગુજરાતમાં પણ બોલવા, જાહેરમાં પ્રચારની ગતિવિધી ઉપર રોક મુકશે. પંચે યોગી આદિત્યનાથ, આઝમખાન અને મેનકા ગાંધી પર આવા પ્રતિબંધ ફરમાવ્યા હતા. 

tags:

LEAVE YOUR COMMENT