in ,

ભાજપના બન્ને ઉમેદવારો જગન્નાથજીના શરણેઃ ભગવાનના કર્યા દર્શન

અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ઉપર મતદાન પૂર્વે  ભાજપના ઉમેદવાર વિદેશપ્રદાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોર મતદાન પહેલા જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. જ્યાં તેમણે ભગવાનના દર્શન કરીને જગન્નાથજીના રથની પૂજા-અર્ચના કરી હતી.

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપએ કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકર અને ઠાકોર સમાજના આગેવાન જુગલજી ઠાકોરને મદાનમાં ઉતાર્યા છે. આજે સવારે મતદાન શરૂ થયું હતું. મતદાન પૂર્વે એસ.જયશંકર ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમજ કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકર અને ભાજપના બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર જગન્નાથજીના મંદિર દર્શન કરવા ગયા હતા. તેમની સાથે ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. બંને ઉમેદવારોએ ભગવાનના દર્શન કરી તેમના રથની પૂજા-અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ એસ. જયંશકરે જણાવ્યું હતું કે, મંદિર છે એટલે આશીર્વાદ લેવા માટે આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે મતદાનઃ અલ્પેશ ઠાકોર ઉપર સૌની નજર

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ નર્મદા ડેમના જળ સપાટીમાં સતત વધારો