મધ્યપ્રદેશમાં ભોપાલ લોકસભા બેઠકને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. કરીના કપૂરથી લઈને બોલીવુડના દબંગ સલમાન ખાનના નામ ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉછાળાઈ રહ્યા છે. પરંતુ હવે ભાજપના કદ્દાવર નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ ગૌરનું નામ પણ ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડાનારાઓની દોડમાં સામે છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે બાબુલાલ ગૌર સાથે મુલાકાત કરી છે.

બાબુલાલ ગૌરે કહ્યુ છે કે દિગ્વિજયસિંહે તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને ભોપાલથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર પણ આપી હતી. બાબુલાલ ગૌરે કહ્યુ છે કે તેમણે આના સંદર્ભે વિચારણા કરવાનું કહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે બાબુલાલ ગૌર આનાથી પહેલા પણ ઘણીવાર પાર્ટીની વિરુદ્ધ નિવેદનબાજી કરતા હ્યા છે અને કોંગ્રેસના નેતાઓની તેઓ પ્રશંસા પણ કરી ચુક્યા છે. તેવામાં દિગ્વિજય સિંહ અને બાબુલાલ ગૌરની મુલાકાત બાદ અટકળોને ફરી એકવાર તેજ કરી દીધી છે.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ ભોપાલથી બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાનને
ઉતારવા માગતી હોવાની એક ચર્ચાએ તાજેતરમાં જોર પકડ્યું હતું. પરંતુ કરીના કપૂર ખાને
આના સંદર્ભેના અહેવાલોને રદિયો આપ્યો હતો. બાદમાં સલમાન ખાનને લઈને પણ અટકળબાજીઓ
ચાલી રહી હતી.
જો કે બાદમાં કોંગ્રેસના ઘણાં કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધી વાડ્રાના સમર્થનમાં પણ
પોસ્ટરો લગાવ્યા હતા. કોંગ્રેસના સમર્થકોએ ભોપાલમાં પોસ્ટર લગાવીને અપીલ કરી છે કે
પ્રિયંકા ગાંધીને ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે.
તાજેતરમાં મધ્યપ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભજાપના નેતા બાબુલાલ ગૌરને ટિકિટ આપવામાં આવી ન હતી. ગૌર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને વિધાનસભામાં ઘણીવાર ચૂંટાઈ ચુક્યા છે. જેને કારણે બાબુલાલ ગૌર ભાજપથી નારાજ હોવાની ચર્ચા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન અને બાદમાં બાબુલાલ ગૌરે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના વખાણ કર્યા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સાથીદારોની સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ભાજપની નજર હવે લોકસભા ચૂંટણી પર છે અને શિવરાજસિંહ ચૌહાનની આગેવાનીમાં પાર્ટી આના સંદર્ભે તૈયારી કરી રહી છે.