PoliticalREGIONALગુજરાતી

ભાજપની નજીક આવી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર!

ઉત્તર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવતી ચૌધરી જ્ઞાતિમાંથી આવતા પ્રદેશ ભાજપના કદ્દાવર નેતા અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ પ્રધાન શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય તથા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની તાજેતરની મુલાકાતને રાજ્યની રાજનીતિમાં કોઈ નવા જૂનીના આગોતરા સંકેત માનવામાં આવે છે.

ગુરુવારે ઠાકોર સેનાની એકતા યાત્રામાં શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકરોએ એકબીજા સાથે ઉમળકાભેર મુલાકાત કરીને હસ્તધૂનન કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ અને અટકળબાજીઓ શરૂ થઈ હતી. આ આકસ્મિક ગણાતી મુલાકાત દરમિયાન શંકર ચૌધરી દ્વારા હસ્તધૂનન કરીને તસવીરો પડાવતા અલ્પેશ ઠાકોરના ટેકેદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ભાભર તાલુકાના પાલડી ગામના પાટિયા પાસે પહોંચેલી એકતા યાત્રા સમયે શંકર ચૌધરી અહીં પહોંચ્યા હતા અને કારમાંથી ઉતરીને અલ્પેશ ઠાકોરને હરખભેર મળ્યા હતા.

બંનેની આકસ્મિક મુલાકાતને કારણે છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં ચાલતી અટકળબાજીને વધુ સમર્થન મળતું જોવા મળ્યું છે. શંકર ચૌધરી સાથેની મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોર ખાસા ખુશ જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરી વચ્ચે અંદરખાને સારા સંબંધો હોવાની પણ ચર્ચાએ જોર પકડયું હતું. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના ખેમાના ગણાતા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરની સામે જ શંકર ચૌધરીને હાર ખાવી પડી હતી. તો છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોરના કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સામે આકરા નિવેદનો અને ભાજપની સામે લગભગ મૌનની સ્થિતિને કારણે પણ રાજકીય વર્તુળોમાં ખાસી ચર્ચાઓ ચાલી રહી છે.

તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરતા અલ્પેશ ઠાકોરના નિવેદન બાદ ભાજપના નેતા શંકર ચૌધરીની ઠાકોર સેનાની એકતા યાત્રામાં સામે ચાલીને કરવામાં આવેલી મુલાકાતને ગુજરાતના રાજકારણમાં કોઈ રાજકીય ખિચડી રંધાતી હોવાના સંકેત પણ માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર એકતા યાત્રાના માધ્યમથી કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વને શક્તિ દેખાડવાની સાથે જ ભાજપની સાથે કોઈ શરતી જોડાણની સ્થિતિમાં પોતે યુવા જનનેતા હોવાનું પણ પ્રસ્થાપિત કરવા માગે છે.

ગુજરાતમાં કોંગ્રેસ 26 લોકસભા બેઠકોમાંથી 12થી 15 બેઠકો પર આગામી ચૂંટણીમાં જીત મેળવવાની કોશિશ કરી રહી છે. આવા સંજોગોમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 લોકસભા બેઠકો જીતનારી ભાજપ પણ નવા મત સમીકરણો ઉભા કરવાના પ્રયાસો કરી રહ્યું છે. તેને કારણે અલ્પેશ ઠાકોર સાથેની ભાજપના નેતા શંકર ચૌધરીની મુલાકાત આવી કોઈ કોશિશનો ભાગ હોવા મામલે પણ રાજકીય વર્તુળોમાં ખાસી અટકળબાજીએ જોર પકડ્યું છે.

મહત્વપૂર્ણ છે કે 29 જાન્યુઆરીએ ગુજરાતના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા પણ એનસીપીમાં સામેલ થઈને નવો રાજકીય દાવ શરૂ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમુદાયના મતોનું એક આગવું ગણિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આકાર લે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply