1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી
  4. ભારતીય શેર બજારમાં કડાકોઃ 2 હજારથી વધારે પોઈન્ટનો ઘટાડો
ભારતીય શેર બજારમાં કડાકોઃ 2 હજારથી વધારે પોઈન્ટનો ઘટાડો

ભારતીય શેર બજારમાં કડાકોઃ 2 હજારથી વધારે પોઈન્ટનો ઘટાડો

0

·         રોકાણકારોનું રૂ. 6.50 લાખ કરોડનું ધોવાણ

·         બે હજાર સુધીનો ઘટાડો જોવા મળ્યો

ભારતીય શેર બજારમાં સોમવારે ખુલતા માર્કેટમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. માર્કેટ ખુલતાની સાથે જ ગણતરીની મિનિટમાં 1200 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બીએસઈ સેન્સેક્સ 6 ટકા ગગડી 35,200 નીચે આવી ગયો છે. નિફ્ટી પણ 664 પોઇન્ટ 10,320 થઈ છે. આ સાથે રોકાણકારોના આશરે રૂપિયા 6.50 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયુ છે.

વિશ્વભરમાં શેરબજારમાં થઈ રહેલા ધોવાણ સાથે કોરોના વાયરસ અને યસ બેંકમાં ઉભા થયેલા સંકટના કારણે ભારતીય શેરબજાર સોમવારે ખૂલતાની સાથે ગણતરીની મિનિટમાં જ 1200 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં માર્કેટ તુટીને 2000 પોઈન્ટ જેટલો ઘટાડો થયો હતો. બીએસઈ ખાતે કુલ 2457 સ્ક્રીપમાં કામકાજ થયું હતું, જે પૈકી ફક્ત 296 સ્ક્રીપમાં સુધારો થયો છે, જોકે 2024 સ્ક્રીપમાં મંદી જોવા મળે છે. 137 સ્ક્રીપના ભાવ સ્થિર રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 563 પોઇન્ટ અને 529 પોઇન્ટ તૂટ્યા છે. ઓઈલ-રિફાઈનરી ઈન્ડેક્સમાં 6.72 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 6.23 ટકા, પાવર

ઈન્ડેક્સ 4.09 ટકા, આઈટી ઈન્ડેક્સ 4.90 ટકા, બેન્કેક્સ 4.49 ટકા, ઓટો ઈન્ડેક્સ 3.56 ટકા અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 4.49 ટકા ગગડ્યા છે. માર્કટમાં સોમવારે પણ ઘટાડો જોવા મળતા રોકાણકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ રોકાણકારોના આશરે રૂપિયા 6.50 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયુ હોવાનું જાણવા મળે છે. 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.