1. Home
  2. Regional
  3. ભારત નિર્માણઃ દેશના સર્વાંગી વિકાસમાં કોંગ્રેસના યોગદાન વિશે યોજાયું પ્રદર્શન
ભારત નિર્માણઃ દેશના સર્વાંગી વિકાસમાં કોંગ્રેસના યોગદાન વિશે યોજાયું પ્રદર્શન

ભારત નિર્માણઃ દેશના સર્વાંગી વિકાસમાં કોંગ્રેસના યોગદાન વિશે યોજાયું પ્રદર્શન

0

ભારત નિર્માણ અંતર્ગત 60 વર્ષમાં કોંગ્રેસનું યોગદાન વિશેનું પ્રદર્શન એલ એન્ડ પી હઠીસીંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી, સેપ્ટ યુનિ કેમ્પસ નવરંગપુરા અમદાવાદ ખાતે યોજાયુ છે. આ પ્રદર્શનમાં ભારતના વિકાસમાં કોંગ્રેસે આપેલા યોગદાનની ગાથા વર્ણવામાં આવી છે.આ પ્રદર્શનને તૈયાર કરવામાં જહેમત ઉઠાવી છે, એવા પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી સાથેની મુલાકાત અત્રે પ્રસ્તુત છે.

પ્રશ્નઃ- ભારત નિર્માણ અંતર્ગત આવું પ્રદર્શન કેમ યોજવું પડ્યું

જવાબઃ- કોગ્રેસનો ઈતિહાસ દેશની આઝાદી સાથે જોડાયેલો છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાંથી મુક્ત કરવામાં કોંગ્રેસે આપેલું બલીદાન ભુલી શકાય તેમ નથી. આઝાદી બાદ દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. દેશના પ્રારંભિક વિકાસની સાથે દેશને અખંડિત રાખવાની જવાબદારી પણ કોંગ્રેસના શીરે આવી હતી. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, અને જવાહરલાલ નેહરૂએ નવ ભારતની રચના માટે બીડુ ઝડપી લીધું હતું. સરદાર પટેલની કુનેહથી 560 રજવાડાનું એકત્રિકરણ કર્યું. દેશના પ્રથમ વડાપ્રધાન બનેલા જવાહરલાલ નેહરૂએ આધુનિક ભારતના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.તત્કાલિન સમયે દેશ દારૂણ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. દેશને અખંડિત રાખીને કૃષિ,અને ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નાંખ્યો હતો. ભારતના નિર્માણના સંદર્ભમાં વાસ્તવિક્તા અને સત્યને રજુ કરવાનો આ નમ્ર પ્રયાસ છે. નવ યુવાનો હકિક્તથી પરિચિત થાય એવા ઉદ્દેશ્યથી આ પ્રદર્શનનું આયોજન કર્યું છે.

પ્રશ્નઃ- ભારતના નિર્માણમાં કોંગ્રેસનો ફાળો કેટલો

જવાબઃ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી. 19મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે,1920 પછી મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્રતા ચળવળ આરંભી દેશને અંગ્રેજોની જંજીરમાંથી મુક્ત કરાવવા કોંગ્રેસે બલીદાન આપ્યું હતું. ભારતની સ્વતંત્રતા પછી 1947માં કોંગ્રેસે કેન્દ્રીય અને અનેક ક્ષેત્રિય રાજ્ય સરકારો બનાવી દેશ પર અડધી સદી કરતા પણ વધુ શાસન કર્યું છે.જવાહરલાલ નહેરૂ, લાલ બહાદુર શાસ્ત્રી,ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહ રાવ, અને ડો.મનમોહનસિંહ સુધીના વડા પ્રધાનો તેમજ કોંગ્રેસના મોભીઓનો રોલ દેશના વિકાસમાં મહત્વનો રહ્યો છે. કોંગ્રેસે હંમેશા સામાજિક ઉદારવાદને સમર્થન આપીને દેશને અખંડ રાખ્યો છે.વ્યક્તિગત સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાયને સંતુલિત કરવું અને બીન સાંપ્રદાયિક્તા એ કોંગ્રેસના પાયાના સિધ્ધાંતો રહ્યો છે. ઈન્દિરા ગાંધીએ હરિતક્રાંતિ સરજીને દેશને આત્મ નિર્ભર બનાવ્યો સાથે સાથે ઔદ્યાગિક ક્રાંતિને વેગ આપ્યો. ભારતમાં સોઈ પણ બનતી નહોતી. સ્ટીલ અને એલ્યુમિનિયમના પ્લાન્ટો સ્થાપ્યા તેમજ આઈઆઈએમ, આઈઆઈટી, પીઆરએલ જેવી પ્રતિષ્ઠિત સંશ્થાઓનું નિર્માણ કર્યું. મહાનગરો અને નગરોમાં સરકારી હોસ્પિટલો અને દવાખાના શરૂ કર્યા, બળીયાના રોગને દેશવટો આપ્યો, ગરીબોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેકવિધ નવી યોજનાઓ શરૂ કરી.ઈન્દિરાજીની શહાદત બાદ રાજીવ ગાંધીએ દેશની ધૂરા સંભાળીને દેશને 21મી સદીમાં લઈ જવા મંડાણ કર્યું. યુવાનોને 18 વર્ષે મત્તાધિકાર આપ્યો,ન્યુ ક્લિયર ટેકનોલોજી વિકસાવી, સુપર કોમ્પ્યુટર બનાવ્યું અને વિશ્વ વેપાર અને આર્થીક ઉદારીકરણને પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ વડાપ્રધાન નરસિંહા રાવે અને ડો મનમોહનસિંહે પણ દેશના વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે. વિરોધીઓ દ્વારા ભારતમુક્ત કોંગ્રેસ બનાવવાનું કહેવામાં આવે છે પણ કોંગ્રેસ ભારતયુક્ત છે અને રહેશે.કોંગ્રેસે હંમેશા રાષ્ટ્ર હિતને સર્વોપરી ગણ્યું છે. સેવાના માધ્યમ થકી જ કોંગ્રેસે નવ ભારતના નિર્માણ યોગદાન આપ્યું છે, ને આપતું રહેશે.

LEAVE YOUR COMMENT