1. Home
  2. Regional
  3. ભાવનગરમાં કૃષિ બેન્કના મેનેજર રૂ. 10 હજારની લાંચ લેતા પકડાયા
ભાવનગરમાં કૃષિ બેન્કના મેનેજર રૂ. 10 હજારની લાંચ લેતા પકડાયા

ભાવનગરમાં કૃષિ બેન્કના મેનેજર રૂ. 10 હજારની લાંચ લેતા પકડાયા

0

ભાવનગરઃ શહેરમાં કૃષિ વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર દૈનિક પત્રોમાં આપેલી જાહેરાતના કમીશન પેટે લાંચની રકમ સ્વીકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે,આ કામના ફરિયાદી ભાવનગર જિલ્‍લા તથા અન્ય જિલ્‍લાઓમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનું કોન્‍ટ્રાકટથી કામ કરતા તથા દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતોનું ડિઝાઇનિંગને લગતું કામકાજ કરતી એક એડવટાઇઝર્સ પેઢીના સંચાલકને ભાવનગરના ડોન વિસ્તારમાં આવેલ ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષી અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.ભાવનગરના બ્રાન્ચ મેનેજર કેતનભાઈ મહેન્દ્રભાઈ દવે (ઉવ.-૪૯, રહે – ૧૭૪૧, શીવપાર્ક, કાળીયાબીડ, ભાવનગર)એ દૈનિક પત્રોમાં ખેડુતોને આપેલી લોનની વસુલાત અંગેની નોટિસોની જાહેરાત  પ્રસિધ્ધ કરાવી હતી જેનું બીલ ચુકવવાનું બાકી હોય જાહેરાતના બીલના લેણા નીકળતા કુલ રૂા.૧,૫૭,૮૧૦ થતી રકમમાંથી ૧૦ % લેખે થતા કુલ રૂા.૧૫,૭૮૧ ની રકમના રાઉન્ડ ફિગર પેટે રૂા.૧૫,૮૦૦ની લાંચની રકમની માંગણી મેનેજરે કરી હતી જે પૈકી ફરિયાદી પાસે રૂા.૧૦,૦૦૦ની રકમની  માગણી કરી હતી. જે ફરિયાદીએ લાંચ આપવી ન હોય એસીબીમાં ફરિયાદ કરતા  એસીબી એ છટકુ ગોઠવતા આરોપીને ૧૦,૦૦૦ રૂપિયા લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો.

tags:

LEAVE YOUR COMMENT