1. Home
  2. Political
  3. મર્યાદા લાંઘી રહી છે કોંગ્રેસ, સીએમ પદ છોડી દઈશ: એચ. ડી. કુમારસ્વામી
મર્યાદા લાંઘી રહી છે કોંગ્રેસ, સીએમ પદ છોડી દઈશ:  એચ. ડી. કુમારસ્વામી

મર્યાદા લાંઘી રહી છે કોંગ્રેસ, સીએમ પદ છોડી દઈશ: એચ. ડી. કુમારસ્વામી

0

મહાગઠબંધનના ફોર્મ્યુલાથી બનેલી કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસની સરકાર પર ફરી એકવાર શંકાના વાદળો છવાયા છે. સતત ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે કે તેઓ પોતાનું પદ છોડવા માટે તૈયાર છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાની લાઈન ક્રોસ કરી રહ્યા છે. જેડીએસના કર્ણાટક પ્રદેશ પ્રમુખ એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે કે કોંગ્રેસના નેતાઓએ પોતાના ધારાસભ્યોને કાબુમાં રાખવા જોઈએ.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ નિવેદન આપ્યા હતા કે તેમના નેતા જેડીએસના કુમારસ્વામી નહીં, પરંતુ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા છે. આવા નિવેદનોથી ભડકેલા કુમારસ્વામીએ જવાબ આપતા કહ્યુ છે કે કોંગ્રેસે આવા તમામ મુદ્દાઓને જોવા જોઈએ. જો તેઓ આ બધું ચાલુ રાખવા ચાહે છે, તો તેઓ પોતાનું પદ છોડવા માટે તૈયાર છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં કર્ણાટકની સરકાર પર સંકટ જોવા મળ્યું હતું. તાજેતરમાં બે અપક્ષ ધારાસભ્યોએ કુમારસ્વામીની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચવાનું એલાન કર્યું હતું. તેના પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા હતા અને કહેવામાં આવતું હતું કે તેઓ તમામ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હતા.

કોંગ્રેસના કેટલાક નારાજ ધારાસભ્યો મુંબઈમાં હોવાના અહેવાલ વચ્ચે ભાજપના નેતાઓ તરફથી સતત નિવેદનબાજી થઈ રહી હતી કે કેટલાક દિવસોમાં કર્ણાટકમાં પણ ભાજપની સરકાર બનશે.

જે સમયે કોંગ્રેસના ધારાસભ્યો મુંબઈમાં હતા, ત્યારે બી. એસ. યેદિયુરપ્પા પોતાના તમામ 10 ધારાસભ્યો સાથે ગુરુગ્રામમાં ડેરો નાખીને બેઠા હતા. અહીં તેઓ ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા. પરંતુ અટકળોનું બજાર ગરમ હતું કે આ તમામ સરકાર બનાવવાની કોશિશોમાં છે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં ગત વર્ષ એપ્રિલ-મે માસમાં ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કડવાશની સ્થિતિ સપાટી પર આવતી દેખાઈ હતી.

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 ધારાસભ્યોની જરૂરત છે. હાલ કુમારસ્વામીની સરકારની સાથે કોંગ્રેસના 80 અને જેડીએસના 37 એમ કુલ 117 ધારાસભ્યો છે. જ્યારે બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો છે અને બીએસપીના એક ધારાસભ્યે પહેલા જ સમર્થન પાછું લઈ લીધું છે. મહત્વપૂર્ણ છે કે ભાજપની પાસે હાલ 104 ધારાસભ્યો છે અને તેને કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે નવ ધારાસભ્યોની જરૂરત છે.

LEAVE YOUR COMMENT