1. Home
  2. Regional
  3. મહી સાગરના જંગલમાં વાઘ હોવાની વન વિભાગની પુષ્ટિઃ સિંહ વાઘ અને દીપડો ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય
મહી સાગરના જંગલમાં વાઘ હોવાની વન વિભાગની પુષ્ટિઃ સિંહ વાઘ અને દીપડો ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય

મહી સાગરના જંગલમાં વાઘ હોવાની વન વિભાગની પુષ્ટિઃ સિંહ વાઘ અને દીપડો ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય

0

ગુજરાતના મહીસાગર જિલ્લાના વનવિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ વનવિભાગે કરી છે. આ વાઘ નાઈટ વિઝન કેમેરામાં દેખાયો હતો. જેથી હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા ત્રણેય મોટા પ્રાણી ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે.દરમિયાન વનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વાઘના વધામણા કરવા તૈયાર છે.

મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા વાઘ જોવા મળતા લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ તપાસ કરતા અને ફ્રુટપ્રિન્ટનું નિરિક્ષણ કરતા વાઘ હોવાનું જણાયું હતું. આથી વાઘની ભાળ મેળવવા માટે નાઈટ વિઝન સીસી કેમેરા લગાવવામાં આવ્યા હતા.જેમાં પણ વાઘ કેમેરામાં કેદ થયો હતો. આથી વન વિભાગે પણ  વન્ય પ્રાણી વાઘ જ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા એક શિક્ષકે દાવો કર્યો હતો કે તેણે એક વાઘની તસવીર ક્લિક કરી છે. ત્યારબાદ વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે. આ અંગે રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું  કે, ગુજરાત સરકાર વાઘના વધામણાં માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે, હવે વાઘ માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશમાંથી વાઘ આવ્યો હોવાની સંભાવના છે.બે દિવસ પહેલા એક શિક્ષકને વાઘને રસ્તો ઓળંગતા જોયો હતો અને તેની તસવીર પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.  બાદમાં લુણાવાડામાં વન વિભાગની ટીમ દ્વારા વાઘને શોધવા જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આરએફઓ સહિત વન વિભાગનો 200 કર્મીઓનો કાફલો જોડાયો હતો.વનવિભાગની ટીમને તપાસ દરમિયાન ઝાડ અને જમીન પર વાઘના પંજાના નિશાન મળ્યા હતા હતા. વન વિભાગ તરફથી કડાણા, સંતરામપુર, લુણાવાડાના જંગલોમાંમાં પણ નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. આવા જ એક નાઇટ વિઝન કેમેરામાં વાઘ કેદ થઈ ગયો છે.વન વિભાગે ગુજરાતમાં વાઘ રહેતો હોવાની પુષ્ટિ કર્યા બાદ ગુજરાત એવું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ એક સાથે રહેતા હોય.

ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ સાથે બીજા સમાચાર પોરબંદરથી પણ આવ્યા છે. પોરબંદરના માધવપુર ઘેડમાં પ્રથમવાર સિંહ જોવા મળ્યો છે. મધુવન વિસ્તારમાં સિંહની હાજરી બાદ તેને જોવા માટે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. અહીં એક આધેડ પર સિંહે પાછળની હુમલો કરી દેતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ બાદ વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

LEAVE YOUR COMMENT