1. Home
  2. Regional
  3. મહેસાણાના રામપુરા કુકસ ગામે એક જ સમાજના બે જુથો બાખડી પડતા બે યુવકોના મોત
મહેસાણાના રામપુરા કુકસ ગામે એક જ સમાજના બે જુથો બાખડી પડતા બે યુવકોના મોત

મહેસાણાના રામપુરા કુકસ ગામે એક જ સમાજના બે જુથો બાખડી પડતા બે યુવકોના મોત

0

જિલ્લાના રામપુરા કુકસ ગામે બે જૂથ વચ્ચે અથડાણ સર્જાતા સ્થિતિ તંગ બની હતી. આ ઘટનામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં ઘાતકી હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતકી હથિયારોના હુમલાના કારણે બે યુવકોને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. જ્યારે પોલીસે બંને યુવકોની લાશને કબજામાં લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકના કાકી અને તેમના જ સમાજના અન્ય એક પુરુષ સાથે આડા સંબંધ હતા જેના પગલે આ મામલો બીચકાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા શહેરની નજીક આવેલા રામપુરા કુકસ ગામે મોડી રાત્રે કાકીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાના કારણે એક જ સમાજના બે જૂથ બાખડી પડ્યા હતા. ભત્રીજાને કાકી સાથે આડાસંબંધ ધરાવતા સોમાજી પુજાજી ઠાકોર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના પગલે સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી. મામલો ઉગ્ર બનતા સોમાજી ઠાકરો સહિત અન્ય 6 લોકોએ અર્જુનજી અગરજી ઠાકોર અને ગણેશજી નેનાજી ઠાકોર ઉપર ઘાતકી હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સિવિલ લવાતા બંને ઇજાગ્રસ્તને તબીબ ઘ્વારા મૃત જાહેર કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ અંગે પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

LEAVE YOUR COMMENT