Politicalગુજરાતી

‘મામા’ અમિતાભના આશિર્વાદ લઈને રાજનીતિમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી?

કોંગ્રેસના ટ્રમ્પ કાર્ડ તરીકે સામે આવેલા પ્રિયંકા ગાંધી રાજકારણમાં ઉતરવાની ઘોષણાના એક દિવસ પહેલા દિલ્હીમાં તેમના ‘મામા’ અમિતાભ બચ્ચનને મળ્યા હતા. તેમણે અમિતાભ બચ્ચનના આશિર્વાદપણ લીધા હતા. આના સંદર્ભે પત્રકાર અને લેખક રશીદ કિદવઈએ વેબસાઈટ ડેલીઓ પર લખેલા પોતાના અહેવાલમાં દાવો કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે બચ્ચન અને ગાંધી પરિવાર 18 વર્ષ બાદ ફરી એકવાર નજીક આવી રહ્યા છે અને બિગ-બીએ હવે વડાપ્રધાન મોદી સાથે અંતર બનાવવાનું શરૂ કરી દીધું છે.

પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં ઉતરવાની ઔપચારીક ઘોષણા બાદ જાતભાતની કહાનીઓ સામે આવી રહી છે. અહેવાલ છે કે પ્રિયંકા ગાંધી બાળપણથી અમિતાભ બચ્ચનને મામૂ એટલે કે મામા કહે છે. અહેવાલ મુજબ, પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી બનવાના એક દિવસ પેલા દિલ્હીમાં એક ગુપ્ત મીટિંગમાં અમિતાભ બચ્ચનને મળ્યા હતા. જણાવવામાં આવે છે કે અમિતાભ બચ્ચને આ મુલાકાતમાં પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં ઉતરવા માટે આશિર્વાદ આપ્યા હતા.

ગાંધી-બચ્ચન પરિવારમાં 18 વર્ષથી મનદુ:ખની વાત કહેવામાં આવતી હતી. તેના પછી આ મુલાકાતના અર્થો કાઢવાની કોશિશ થઈ રહી છે. મુલાકાત પણ એવા સમયે થઈ છે કે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ માહોલ બની ચુક્યો છે.

દેશના આ બંને દિગ્ગજ પરિવારોના સંબંધોમાં 2000માં તિરાડ આવી ગઈ હતી અને બાદમાં બંને પરિવારોના સંબંધોમાં કડવાશ પણ જોવા મળી હતી. જો કે હવે જોવાનું એ છે કે રાહુલ ગાંધી આને સંપૂર્ણપણે સ્વીકારે છે કે નહીં. જો રાહુલ ગાંધી તરફથી ખચકાટ દૂર થશે, તો અમિતાભ, જયા, અભિષેક, ઐશ્વર્યા રાય રાહુલ ગાંધી, પ્રિયંકા અને સોનિયા ગાંધી માટે નવી શક્તિ બની શકે છે.

પહેલા ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે ઘણાં ઘનિષ્ઠ કૌટુંબિક સંબંધો રહ્યા છે. બંને પરિવારોમાં જવાહરલાલ નહેરુ, હરિવંશરાય બચ્ચન, તેજી બચ્ચનના જમાનાથી ઘનિષ્ઠતા રહેલી છે. અમિતાભ બચ્ચને પણ ઘણાં અવસરો પર મજબૂતાઈથી આ પરિવારનું સમર્થન કર્યુ છે. ઈમરજન્સીમાં સંજય ગાંધીના ઘણાં કામ પર ચુપકીદી સાધવા બદલ અમિતાભ બચ્ચનની આકરી ટીકાઓ થી હતી. તેઓ બાળપણથી જ રાજીવ ગાંધીના નિકટવર્તી મિત્ર હતા. બાદમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર અલ્હાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને સાંસદ પણ બન્યા હતા.

તાજેતરના વર્ષોમાં અમિતાભ બચ્ચન પીએમ મોદી અને ભાજપની નજીક આવ્યા છે. તેમણે ગુજરાત સરકાર માટે ઘણી જાહેરાતો કરી છે. પરંતુ હવે તેઓ મોદી સરકારથી અંતર પણ બનાવવા લાગ્યા છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરાયો છે કે ગત એક વર્ષથી ગાંધી અને બચ્ચન પરિવારના સંબંધોના તારને ફરીથી જોડવાની કોશિશ થઈ રહી છે.

કેટલાક ટીકાકારોનું કહેવું છે કે બિગ-બી કદાચ હવાની દિશા જાણી ચુક્યા છે. કોંગ્રેસની હવા મજબૂત થઈ રહી છે અને મોદી સરકારના ખરાબ દિવસોના સંકેત મળવા લાગ્યા છે. તેવામાં લોકો પાટલી બદલતા દેખાય છે અને તેમા અમિતાભ બચ્ચન પણ સામેલ હોવાનું ટીકાકારોનું માનવું છે.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply