REGIONALગુજરાતી

મોડાસામાં જિલ્લા ભાજપની બેઠકમાં કાર્યકર્તાઓને કરાયું આહવાન

મોટી ઇસરોલ: ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો જીતવા ભાજપે કમર કસી છે. ભાજપના ફ્રન્ટલ સહિત વિવિધ મોરચાની બેઠકો મળી રહી છે. અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન કારોબારી, મંડલ સંગઠન પ્રમુખ મહામંત્રી વિવિધ મોરચા પ્રમુખ અને લોકસભા સીટ સંચાલન ટીમની બેઠક જિલ્લા ભાજપા કાર્યાલય મોડાસા ખાતે યોજાઇ હતી. જેમાં ભાજપને જંગી બહુમતિથી વિજ્ય બનાવવા આગેવાનો  કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કર્યું હતું.

મોડાસામાં જિલ્લા ભાજપ સંગઠન કારોબારીની મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ મોરચાના આગેવાનો હાજર રહ્યા હતા.આ બેઠકમાં લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મંડલ પ્રમુખ-મહામંત્રી વિવિધ મોરચાના પ્રમુખો ધ્વારા આખાય લોકસભા મત વિસ્તારમાં  આગામી લોકસભા ઉમેદવારની તૈયારી રૂપે ઉમેદવાર જાહેર થતા ની સાથે બૂથ પ્રમુખોને ચૂંટણી મોડમાં  આવી જાય તેવી યોજનાકીય રીતે દરેક મંડલ પ્રમુખ મહામંત્રી વિવિધ મોરચાના પ્રમુખને જણાવવામાં આવ્યું હતું. આ બેઠક સાબરકાંઠા લોકસભા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઇ સાથે અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ  રણવીરસિંહ ડાભી, સાબરકાંઠા લોકસભા ઇન્ચાર્જ તખતસિંહજી હડીયોલ, સહ ઇન્ચાર્જ  કનુભાઇ પટેલ મહામંત્રી  શામળભાઇ પટેલ,  એસ.એમ.ખાંટ, પૂણકાલીન વિસ્તારક  રમેશભાઇ ચૌધરી ધ્વારા સમગ્ર લોકસભા સંચાલન ટીમને ચુંટણી પ્રભાવમાં આવી જવા જણાવવામાં આવ્યું હતું અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવરી લેવાતી જિલ્લા પંચાયત સીટના લોકસભા ચુંટણીના ઇન્ચાર્જ નીમવા માટેની તજવીજ કરવામાં આવી.હતી એમ મીડિયા ઇન્ચાર્જ પી.પી.પટેલે જણાવ્યું હતું

Related posts
REGIONALગુજરાતી

અરવલ્લી: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોડાસાના સફાઇ કર્મીઓને સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ

સફાઇ સેનાનીઓની આરોગ્યની ચિંતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ કરી મોડાસા નગરના 190 સફાઇ કર્મીઓને સેનેટાઇઝર-માસ્કનું વિતરણ આ સેવાકીય કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કરાયું…
REGIONALગુજરાતી

ઇસરોલના મહાકાળી ગઢી મંદિરે ચૌધરી સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

મોટી ઇસરોલ : મોટાસા તાલુકાના ઈસરોલ નજીક આંજણા ચૌધરી પટેલ સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં સગઠનને વધુ મજબુત બનાવવા માટે આગેવાનોએ તૈયારી દર્શાવી…
REGIONALગુજરાતી

મોડાસાની વિદ્યાર્થિની ધો-10માં અરવલ્લી જિલ્લામાં પ્રથમ

મોટી ઇસરોલ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ની માર્ચ 2019ની પરીક્ષામાં મોડાસાની પ્રાર્થના સ્કૂલની વિદ્યાર્થિની નૈયા હિમાંશુકુમાર પટેલે ૯૯.૯૭ PR…

Leave a Reply