1. Home
  2. Regional
  3. મોડાસામાં માઝુમ નદીના કિનારે 4.93 કરોડના ખર્ચે રિવરપાર્ક બનાવાશે
મોડાસામાં માઝુમ નદીના કિનારે 4.93 કરોડના ખર્ચે રિવરપાર્ક બનાવાશે

મોડાસામાં માઝુમ નદીના કિનારે 4.93 કરોડના ખર્ચે રિવરપાર્ક બનાવાશે

0

મોટી ઇસરોલ: મોડાસામાં માજુમ નદીના કિનારે નગરપાલિકા ધ્વારા રિવર પાર્કને મંજુરી આપવામાં આવી છે.  આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ૪.૯૩ કરોડ રૂપિયાની પ્રથમ ફેઝમાં ફાળવણી કરી પાર્ક તૈયાર કરાશે. રિવર પાર્કનું ભૂમિપૂજન અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભી અને નગરપાલિકા પ્રમુખ  સુભાષભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું,

 મોડાસા શહેરના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના માજુમ નદીના કિનારે વિનાયક ગાર્ડન નજીકના કોઝવે સુધી ૩૮૪ મીટરના વિસ્તારમાં રિવર પાર્ક તૈયાર કરાશે. રિવર પાર્કના ભૂમિ પૂજન પ્રસંગે મોડાસા શહેર ભાજપા પ્રમુખ જગદિશભાઇ ભાવસાર, મહામંત્રી  યશવંતભાઇ વ્યાસ તથા મોડાસા નગરપાલિકાના કારોબારી ચેરમેન  રૂપેશ ઝાલા, ઉપપ્રમુખ જ્યોત્સનાબેન કડીયા, બાંધકામ સમિતિ ચેરમેન  પરેશભાઇ ગાંધી તથા નગરપાલિકા વિવિધ કમિટીના ચેરમેનો, સદસ્યો અને પાલિકા ચીફ ઑફીસર પ્રણવ પારેખ અને પાલિકા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈએ જણાવ્યું હતું કે, મોડાસાનગરમાં આગામી દિવસોમાં વિકાસના કામોમાં ભુગર્ભ ગટર યોજનાની સરકાર ધ્વારા સૈધાંતિક મંજુરી મળી છે સાથે સાથે મોડાસાનગરમાંથી પસાર થતા મુખ્ય રોડ જે સિમલા હોટલથી રાણા સૈયદ સુધીના રોડને ફોર લેન બને તેવી માગણી સરકારમાં મુકી છે જે પરિપૂર્ણ થયે મોડાસાનગરના વિકાસને ચાર ચાંદ લગાડશે.

tags:

LEAVE YOUR COMMENT