Politicalગુજરાતી

મોદી સરકાર આખરી બજેટમાં ખેડૂતો પર મહેરબાન થાય તેવા સંકેત

કૃષિ પ્રધાન રાધામોહન સિંહે કહ્યુ છે કે આગામી બજેટ દેશના ખેડૂતોને સમર્પિત હશે. તેમણે કહ્યુ છે કે સરકારે  2022 સુધીમાં ખેડૂતોની આવકને બેગણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. મુંબઈમાં ક્રોપ કેયર ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે સીસીએફઆઈ દ્વારા આયોજીત એક સંમેલનમાં બુધવારે રાધામોહન સિંહે કહ્યુ હતુ કે ગર્વની વાત છે કે વિભિન્ન કૃષિ યોજનાઓને લાગુ કરવાથી ભારત કૃષિ ક્ષેત્રમાં અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગયું છે.

સંમેલનને સંબોધિત કરતા કૃષિ પ્રધાને કહ્યુ છે કે સરકાર, ઉદ્યોગ અને ખેડૂત સાથે મળીને ખેતીને વધુ ફાયદાકારક બનાવી શકે છે. તેમણે કહ્યુ છે કે કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહીત કરવાના ઉદેશ્યથી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી આ ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે અને આગામી બજેટ ખેડૂતોને સમર્પિત હશે.

તેની સાથે કૃષિ પ્રધાન રાધામોહન સિંહે કહ્યુ છે કે પુરોગામી સરકારે 2009થી 201 દરમિયાન કૃષિ મંત્રાલયનું બજેટ 1.21 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું. જ્યારે મોદી સરકારે તેને 2014થી 2019 દરમિયાન વધારીને 2.11 લાખ કરોડ રૂપિયા કર્યું છે.

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર અને કોંગ્રેસની જીતની પાછળ ખેડૂતોની કર્જમાફીના વાયદાને એક મોટું ફેક્ટર માનવામાં આવે છે. હવે લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને મોદી સરકાર ખેડૂતોને સાધવાની કોશિશમાં લાગેલી છે.

આગામી બજેટમાં ઓછી કિંમતે પોતાના પાક વેચનારા ખેડૂતોને તેમના નુકસાનની ભરપાઈ માટે એક નિશ્ચિત રકમ આપવાની સ્કીમ પર પણ સરકાર વિચારણા કરે તેવી શક્યતા છે.

સૂત્રનું માનવું છે કે મોદી સરકાર ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે ટૂંક સમયમાં અલગ-અલગ મંત્રાલયો સાથે બેઠક કરીને આ યોજનાની રૂપરેખા તૈયાર કરે તેવ શક્યતા છે. મીડિયમ ટર્મ સ્ટ્રેટર્જી હેઠળ જો પાકની કિંમતો ટેકેના ભાવથી નીચે જાય છે, તો ખેડૂતોને સબસિડી આપીને રાહત આપવાની વાત પણ સામે આવી છે.

આ મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ, નાણાં પ્રધાન અરુણ જેટલી અને કૃષિ પ્રધાન રાધામોહન સિંહની સાથે 26 ડિસેમ્બરે બેઠક કરી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી બેઠક સાંજે સાડા છ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધ ચાલી હતી. જણાવવામાં આવે છે કે અઢી કલાક ચાલેલી બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલા મામલાઓ અને કર્જમાફીના મામલે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply