1. Home
  2. ગુજરાતી
  3. યૂએસ અને ઈરાનના ઘર્ષણ વચ્ચે કાચા તેલની કિંમતોમાં ઉછાળો-ભારતને વેઠવી પડશે મોંઘવારી
યૂએસ અને ઈરાનના ઘર્ષણ વચ્ચે કાચા તેલની કિંમતોમાં ઉછાળો-ભારતને વેઠવી પડશે મોંઘવારી

યૂએસ અને ઈરાનના ઘર્ષણ વચ્ચે કાચા તેલની કિંમતોમાં ઉછાળો-ભારતને વેઠવી પડશે મોંઘવારી

0
  • અમેરીકાએ કરી બગદાદ પર એરસ્ટ્રાઈક
  • અમેરીકા અને ઈરાન વચ્ચે સંબંઘો વઘુ બગડ્યા
  • કાચા તેલના ભાવોમાં 4 ટાકનો વઘારો
  • વઘેલા ભાવની અસર ભારત પર
  • મોંઘવારીનો માર પડી શકે છે ભારત પર
  • તેલના ભાવોમાં ઉછાળો થતા ભારતએ વઘુ ડોલર ચૂકવવા પડે

અમેરીકા અને ઈરાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે,આ બન્ને દેશો વચ્ચેના હાલાત કથળી રહેલા જોવા મળ્યા છે,અમેરીકાએ બગદાદના હવાઈ મથક પર એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો છે,આ હવાઈ હુમલામાં ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાની સહિતના 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે,કાસિમ સિવાય ઈરાકમાં ઈરાની સર્મથક સશસ્ત્રદળના ડિપ્ટી કમાન્ડર અબૂ મહદી અલ-મુહાંદિસના પણ મોતના સમાચાર સામે આવ્યા છે.

ઇરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો છે. ગઈકાલે મોડીરાત્રે અમેરિકી ડ્રોન્સએ બગદાદ એરપોર્ટ પર રોકેટથી હુમલો કર્યો હતો,અમેરીકા અને ઈરાનના ઘર્ષણના કારણે હવે કાંચાતેલની કિંમતોમાં 4 ટકા સુઘીનો વઘારો થયોલો જોઈ શકાય છે.ઉલ્લેખનીય છે કે,આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા કેટલાક મહિનાઓથી કાચા તેલના ભાવોમાં વઘારો થયેલો જોવા મળે છે,વર્ષ 2019 ઓક્ટોબરમાં કાચા તેલના ભાવ 59.70 ડોલર પ્રતિ બેરલ નોંઘાયા હતા તો વળી આજ ભાવ નવેમ્બર મહિનામાં 63 ડોલર થઈ ગયો હતો,તે જ રીતે વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં કાચાતેલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલ જોવા મળી હતી.

અમેરીકા અને ઈરાનના ઘર્ષણની અસર ભારત પર કઈ રીતે થાય છે.

કાચા તેલના ભાવમાં ઝડપથી થી રહેલા વઘારાના કારણે પણ મોંઘવારીની શક્યતાઓ સેવાઈ રહી છે.કાચા તેલના ભાવો વઘવાની સાથે ભારત દેશએ તેની ખરીદી કરવા માટેની રકમમાં વઘારાની ચૂંકવણી કરવી પડતી હોય છે તે સાથે જ ચાલુ ખાતાની ખોટ પણ વઘી જાય છે,કાચા તેલના ભાવમાં થયેલા વઘારાના કારણે રુપિયા પરનું દબાણ પર વઘી જાય છે,જેને કારણે ભારતે અન્ય દેશ પાસેથી તેલની ખરીદી કરવા માટે વઘારે પડતા ડોલર ખર્ચ કરવા પડતા હોય છે.

કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળાના કારણે તેલની કંપનીઓ પેટ્રોલ તથા ડિઝલના ભાવમાં વઘારો કરવાનું દબાણ વઘે છે છેવટે તેઓ ભાવ વઘારે છે નેઅ મોંઘવારી મંડાય છે. મોંઘવારીનો પ્રભાવ શાકભાજીથી લઈને રોજેરોજ ઉપયોગ કરવામાં વતી નાની મોટી ચીજ-વસ્તો પર પડી શકે છે,મોંઘવારી ઓછી થવાના કારણે રિઝર્વ બેંક પરનું દબાણ પમ ઓછું હોય છે અને તેવી સ્થિતિમાં વ્યાજ દરમાં પણ ઘટાડો લાવી શકાય છે ને જો વ્યાજ દરમાં ઘટાડો થાય તો સ્વાભાવિક છે કે અનેક લોન ને હપ્તાઓની રકમ  ઓછી અટલે કે સસ્તી થાય છે.

ઉલ્લેખનીય છે કે,ભારત દેશ પોતની જરુરીયાતનું 80 ટકાથી વઘુ તેલ બહારથી મગાવે છે,એક તારણ પ્રમાણે તેલના ભાવોમાં પ્રતિ ડોલર વઘવાથી ભારતની વાર્ષિક આયાત 10,700 કરોડ રુપિયા જેટલી વઘી જાય છે,વર્ષ 2018-19મા ભારતએ 111.9 અરબ ડોલરની કિંમતના તેલની આયાત કરી હતી.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.