1. Home
  2. Regional
  3. રાજકોટના મેયરનો આદેશ માર્શલોએ ન માન્યોઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી
રાજકોટના મેયરનો આદેશ માર્શલોએ ન માન્યોઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી

રાજકોટના મેયરનો આદેશ માર્શલોએ ન માન્યોઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી

0

રાજકોટઃ શહેરના મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ડિસ્કોલિફોઈડ થયેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા હાજર રહેતા શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે  શાબ્દીક ટપાટપી થતા મામલો ગરમાયો હતો. દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના કાર્યકરો ખલેલ પહોંચાડતા હોય તેમને બહાર કાઢવાનો આદેશ મેયરે આપ્યો હતો પણ માર્શલોએ મેયરનો આદેશ ન માનતા મેયર કફોડી સ્થિતિમાં મુકાયા હતા.અંતે ધર્મિષ્ઠાબા જાડેજા સભાગૃહ છોડી જતા મામલે શાંત પડ્યો હતો.

લોકસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે રાજકોટ મહાપાલિકામાં આજે સવારે 11 કલાકે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ડિસ્કવોલિફાઈ થયેલા વોર્ડ નં.18ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા આવી પહોંચતાં આ મુદ્દે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે શાબ્દીક ટપાટપી થઈ હતી. એક તબક્કે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કોંગી કાર્યકરો અને સમર્થકો બોર્ડ મિટિંગમાં ખલેલ પહોંચાડતાં હોવાનું જણાતાં અધ્યક્ષસ્થાનેથી મેયરે ફરજ પરના ફાયરબ્રિગેડ શાખાના માર્શલ્સને પ્રેક્ષક ગેલેરી ખાલી કરાવવા માટે આદેશ કર્યો હતો આમ છતાં માર્શલ્સ મેયરનો આદેશ માન્યા ન હતા અને જૈસે થે પરિસ્થિતિમાં ઊભા રહ્યા હતા. બીજી બાજુ મેયર અને મ્યુનિ.કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ નગરસેવકો ધર્મિષ્ઠાબા જાડેજાને સમજાવતાં રહ્યા હતા કે હવે તેઓ બોર્ડમિટિંગમાં હાજરી આપી ન શકે. આ મુદ્દે વિવાદ ચાલતો હતો. દરમિયાન સુપરમેયર નીતિન ભારદ્વાજે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદા અને નિયમો મુજબ જ બોર્ડ ચાલશે, ધર્મિષ્ઠાબા જાડેજા બોર્ડમિટિંગમાં ઉપસ્થિત રહી ન શકે તેમ સ્પષ્ટ જણાવી દેતાં ધર્મિષ્ઠાબા જાડેજા સભાગૃહ છોડીને નીકળી ગયા હતા. આ બન્ને ઘટનાઓનો ભાવાર્થ એ છે કે સભાગૃહમાં મેયરે કરેલો આદેશ મહાપાલિકાના કર્મચારી એવા માર્શલ્સ પણ માન્યા ન હતા અને સુપરમેયર તરીકે જાણીતા બનેલા નીતિન ભારદ્વાજે કરેલી અપીલને વિપક્ષ કોંગ્રેસે પણ સ્વીકારી લીધી હતી

tags:

LEAVE YOUR COMMENT