Politicalગુજરાતી

“રામમંદિર પર સુપ્રીમ કોર્ટ નિર્ણય કરી શકતી ન હોય, તો અમને સોંપી દે 24 કલાકમાં વિવાદ ઉકેલીશું”

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે અયોધ્યામાં રામમંદિર મુદાદા પર અદાલત ઝડપથી નિર્ણય કરે, જેથી ત્યાં રામમંદિરનું નિર્માણ ઝડપથી થઈ શકે. તેની સાથે જ યોગી આદિત્યનાથે કહ્યુ છે કે જો કોર્ટ નિર્ણય કરી શકતી ન હોય, તો તેમને સોંપી દે. તેઓ 24 કલાકની અંદર રામજન્મભૂમિ વિવાદનું સમાધાન કરી દેશે.

શનિવારે રાત્રે પ્રસારીત થનારા એક ન્યૂઝચેનલના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે કોર્ટ પોતાનો નિર્ણય કરે, કરી શકે નહીં તો અમને સોંપી દે. અમે 24 કલાકમાં રામજન્મભૂમિ વિવાદનું સમાધાન કરી દઈશું. આ કાર્યક્રમમાં યોગી આદિત્યનાથને સવાલ કરવામાં આવ્યો હતો કે સંઘના વિચાર મહાકુંભમાં સૂત્રો પોકારાયા છે કે જે મંદિર બનાવશે, તે વોટ મેળવશે.

મહત્વપૂર્ણ છે કે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં રામમંદિરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સંઘના વિચાર મહાકુંભમાં સૂત્રો પણ લાગ્યા છે કે જે મંદિર બનાવશે, વોટ તે મેળવશે. પ્રયાગરાજ કુંભમેળામાં આવેલા પ્રવાસી ભારતીયો પણ ચાહે છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply