1. Home
  2. Political
  3. રાહુલ ગાંધીની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના ગરીબી હટાવો જેવી નકલી તો નથી ને?: માયવતી
રાહુલ ગાંધીની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના ગરીબી હટાવો જેવી નકલી તો નથી ને?:  માયવતી

રાહુલ ગાંધીની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના ગરીબી હટાવો જેવી નકલી તો નથી ને?: માયવતી

0

કોંગ્રેસના અધ્યક્ષ  રાહુલ ગાંધીએ ગરીબોને લઘુત્તમ આવકની ગેરેન્ટી આપવાનો વાયદો કર્યો છે. પરંતુ બીએસપીના અધ્યક્ષ માયાવતીએ આના પર સવાલ ઉભો કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે ક્યાંક આ પણ ભૂતકાળની કોંગ્રેસની સરકારની ગરીબી હટાવો અને હાલની સરકારના કાળાધન, પંદર લાખ રૂપિયા ખાતામાં આવવા અને અચ્છે દિન જેવા નકલી વાયદા તો નથી ને? માયાવતીએ કહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ બંને નિષ્ફળ થઈ ચુક્યા છે અને એક જ સિક્કાની બે બાજૂ સાબિત થયા છે.

સોમવારે છત્તીસગઢમાં ખેડૂતો આભાર રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ એક ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહી છે. આ નિર્ણય દુનિયાની કોઈપણ સરકારે લીધો નથી. 2019ની ચૂંટણી જીત્યા બાદ દેશના દરેક ગરીબને કોંગ્રેસની સરકાર લઘુત્તમ આવકની ગેરેન્ટી આપશે. દરેક વ્યક્તિના બેન્ક ખાતામાં લઘુત્તમ આવક રહેસે. રાહુલ ગાંધીના આ મોટા એલાન બાદ આ મહત્વકાંક્ષી યોજનાને લઈને જ્યાં ચર્ચાઓનો તબક્કો ચાલી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

રાહુલ ગાંધીની ઘોષણા બાદ ભાજપે કહ્યું છે કે તેઓ કોંગ્રેસશાસિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન આ યોજનાની શરૂઆત કરે. હવે બીએસપી સુપ્રીમો માયાવતીએ રાહુલ ગાંધીની મહત્વકાંક્ષી યોજનાઓ પર સવાલો ઉભા કરી દીધા છે.

યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ પહેલા પણ કોંગ્રેસ અને ભાજપને એક જ સિક્કાની બે બાજૂ ગણાવીને બંને પક્ષોને ગરીબ, દલિત વિરોધી ગણાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ વાયદાને ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના ગરીબી હટાવોના સૂત્ર સાથે જોડીને તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ક્યાકં આ વાયદો પણ નકલી સાબિત તો નહીં થાય ને?

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ જે વિઝન ડોક્યુમેન્ટ પર કામ કરી રહી છે. તેમાં લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના પર પણ વિચારણા થઈ રહી છે. તેની જાણકારી આપતા ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે સોમવારે ટ્વિટ કરીને લખ્યું છે કે છત્તીસગઢની ખેડૂત રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઘોષણા ઐતિહાસિક છે અને ગરીબોના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થવાની છે. ગત બે વર્ષોમાં યુનિવર્સલ  બેસિક ઈન્કમના સિદ્ધાંતની મોટા પ્રમાણમાં ચર્ચા થઈ છે. હવે સમય આવી ગયો છે કે આપણી પરિસ્થિતિ અને આપણી જરૂરિયાતો પ્રમાણે યુબીઆઈના સિદ્ધાંતને અપનાવવામાં આવે અને તેને ગરીબો માટે લાગુ કરવામાં આવે.

કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પી. ચિદમ્બરમે ટ્વિટમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસના ઘોષણાપત્રમાં પોતાની યોજના જણાવશે. 2004થી 2014 વચ્ચે 14 કરોડ લોકોને ગરીબીની ચુંગલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતમાંથી ગરીબીનો સફાયો કરવા માટે આપણે દ્રઢતાથી કોશિશ કરવી પડશે. દેશના સંસાધનો પર પહેલો અધિકાર ભારતના ગરીબોનો છે. રાહુલ ગાંધીના વાયદાને લાગુ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સંસાધનો એકઠા કરશે.

tags:

LEAVE YOUR COMMENT