PoliticalREGIONALગુજરાતી

રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી કાલે મંગળવારે અમદાવાદથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

અમદાવાદ: રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવતી કાલે તા. 12મી માર્ચના રોજ બપોરે ૧-૪પ કલાકે અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જંગી જન સંકલ્પ રેલીને સંબોધીને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં લગભગ છ દાયકા બાદ કોંગ્રેસની અખિલ ભારતીય વર્કિંગ કમિટીની બેઠક આવતી કાલે તા. 12મી માર્ચને મંગળવારે સવારે અમદાવાદમાં યોજાઇ રહી છે. આવતી કાલે સવારે ૧૦ વાગ્યે શાહીબાગના સરદાર સ્મારક ખાતે યોજાનારી આ બેઠકમાં જોડાવા માટે આજે સાંજથી કુમારી શૈલજા, આનંદ શર્મા, ગુલામનબી આઝાદ, અંબિકા સોની સહિતના ૧પથી વધુ મહાનુભાવો હવાઇ માર્ગે અથવા બાયરોડ અમદાવાદ આવી પહોંચશે. જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના અન્ય મહાનુભાવો આવતી કાલે સવારે ૯ વાગ્યે અમદાવાદ આવશે. આ મહાનુભાવો સવારે ૯-૪પ વાગ્યે શહીદ સ્મારક જઇને શહીદોને ભાવાંજલિ આપશે. ત્યારબાદ તેઓ શાહીબાગના સરદાર સ્મારક ખાતે યોજાનારી એઆઇસીસી વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપશે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં છ દાયકા બાદ પ્રથમવાર ગુજરાતના આંગણે એઆઇસીસીની વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ રહી હોઇ પક્ષમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. વર્કિંગ કમિટીની બેઠક બાદ સઘળા મહાનુભાવો ખમણ-ઢોકળાંની લિજ્જત માણશે. કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક પૂર્ણ થયા બાદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો.મનમોહન‌િ‌સંહ સહિતના ટોચના નેતાઓ અડાલજના ત્રિમંદિર ખાતે બપોરે ૧-૪પ વાગ્યે યોજાનારી વિશાળ જન સંકલ્પ રેલીમાં હાજરી આપશે. રાજકારણમાં સક્રિય પ્રવેશ બાદ પ્રિયંકા ગાંધી પ્રથમવાર રેલીને સંબોધન કરે તેવી શક્યતા છે.

Related posts
REGIONALગુજરાતી

અમદાવાદ: સી-પ્લેન પ્રોજેક્ટ બાદ 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 લેશે આકાર

સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેસ પ્રોજેક્ટ સાકાર થયા બાદ નવું નજરાણું હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ આકાર લેશે તેના અંતર્ગત રિવરફ્રન્ટને…
REGIONALગુજરાતી

સી પ્લેન આજે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટથી SOU જવાની ટિકિટ 4800 રૂપિયા રહેશે

ગુજરાતીઓની આતુરતાનો આજે આવશે અંત આજે સી પ્લેન અમદાવાદ પહોંચી જશે PM મોદી 31મી ઑક્ટોબરે સી પ્લેનનું ઉદ્વાટન કરાવશે અમદાવાદ: ગુજરાતીઓની આતુરતાનો…
REGIONALગુજરાતી

અમદાવાદના ગૌરવ સમી એમ.જે.લાઇબ્રેરી હવે સ્માર્ટ સિટી મિશન હેઠળ બનશે અત્યાધુનિક

શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે ડિજીટલ ઓપ અપાશે સ્માર્ટ સિટી મિશન હેઠળ લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવાશે આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અમદાવાદ: શહેરની…

Leave a Reply