1. Home
  2. ગુજરાતી
  3. લાલ સિંહ ચડ્ડાના લૂકમાં ક્લીક મીસ્ટર પરફેક્ટનિસ્ટ,લાંબી દાઢી અને પાઘડીનો સરદાર લૂક ફેબ્યૂલસ
લાલ સિંહ ચડ્ડાના લૂકમાં ક્લીક  મીસ્ટર પરફેક્ટનિસ્ટ,લાંબી દાઢી અને પાઘડીનો સરદાર લૂક ફેબ્યૂલસ

લાલ સિંહ ચડ્ડાના લૂકમાં ક્લીક મીસ્ટર પરફેક્ટનિસ્ટ,લાંબી દાઢી અને પાઘડીનો સરદાર લૂક ફેબ્યૂલસ

0

બોલિવૂડ સુપર સ્ટાર આમિરખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ખૂબ ચર્ચામાં છે,આમીરખાન મીસ્ટર પરફેક્ટનીસ્ટ તરીકે પણ જાણીતો છે,થોડા સમય પહેલા આમિરની કો સ્ટાર કરીના કપુરનો લાલા સિંહ ચડ્ડાનો લૂક જોવા મળ્યો હતો ત્યારે હવે આમીર ખાન લાલ સિંહ ચડ્ડા ફિલ્મના લૂકમાં ક્લીક થયો છે.તે લાલ સિંહ ચડ્ડાના લૂકમાં ખૂબ જ ફેબ્યૂલસ લાગતો જાવા મળ્યો,લાંબી દાઢી માથા પર શાનદાર પાઢડી તેના લૂકને એકદમ શૂટ થતી જોવા મળી છે.

આમીર ખાન અને કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ખુબજ ચર્ચિત ફિલ્મ છે. કરીના બાદ આમિર ખાનનો આ ફર્સ્ટ લૂક સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશ્યિલ મીડિયામાં વાયરલ થેયેલા ફોટોમાં  આમીર ખાન  લાલ સિંહ ચડ્ઢાના લૂકમાં જબરદસ્ત લાગી રહ્યો છે

આ ફોટોમાં આમીર પર્પલ શર્ટ અને ગ્રે-પેન્ટમાં જોવા મળ્યો હતો. આમિર ખાને પાઘડી પણ  પર્પલ કલરની પહેરી છે. સરદારના આ લૂકમાં જોવા મળી રહેલા આમિર ખાનને ઓળખવામાં થાડી મુસ્કેલી ચોક્કસ ઊભી થાય, હાલમાં ચંડીગઢમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. લાલ સિંહ ચડ્ડા ફિલ્મમાં આમીર ખાન 2 વર્ષના લાંબા ગાળા બાદ જોવા મળશે, ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન 2018માં રિલીઝ થઈ હતી. ત્યાર પછી આમીરની કોઈ ફિલ્મ આવી નથી.ત્યારે હગવે આમીર સરદારના લૂકમાં દર્શકોને જોવા મળશે,ત્યારે તેની સાથે લીડ રોલમાં બેબો ગર્લ કરીના કપુર પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.