1. Home
  2. Regional
  3. લીંબુના ભાવમાં તોતિંગ વધારોઃ છુટક બજારમાં કિલોના રૂ. 200નો ભાવ
લીંબુના ભાવમાં તોતિંગ વધારોઃ છુટક બજારમાં કિલોના રૂ. 200નો ભાવ

લીંબુના ભાવમાં તોતિંગ વધારોઃ છુટક બજારમાં કિલોના રૂ. 200નો ભાવ

0

અમદાવાદ:  ગુજરાતમાં હોળી અને ધૂળેટી બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ઉનાળાની ગરમી અત્યારથી જ લોકોને દઝાડી રહી છે. હજુ તો ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે તેની સાથે સાથે લીંબુના ભાવમાં પણ તોતીંગ વધારો થઇ રહ્યો છે. લોકો ગરમીની લૂથી બચવા માટે લીંબુ શરબતનો ઉપયોગ કરે છે ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને આંબી ગયાં છે. ઉનાળા સિવાયના દિવસોમાં રૂપિયા ૬૦ના કિલો મળતાં હતાં. પરંતુ હાલમાં રૂપિયા ર૦ના માત્ર 100 ગ્રામ મળે છે. લીંબુ અત્યારે રિટેઈલમાં રૂપિયા ર૦૦ના કિલોના ભાવે વેચાણ થઇ રહ્યા છે.

અમદાવાદ સહિત મહાનગરોમાં લીલી શાકબાજીના ભાવમાં વધારો થયા બાદ લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. મહિના પહેલા જ રૂપિયા 60ના કિલાના ભાવે મળતા લીંબુ હવે રૂપિયા 200ના કિલાના ભાવે વેચાય રહ્યા છે. જો ૨૫૦ ગ્રામ લીંબુની ખરીદી થતી હોય તો જ ૧પ૦થી ૧૬૦ના કિલોના ભાવે વેચાણ થાય, પરંતુ ૧૦૦ ગ્રામ લીંબુની ખરીદી રૂ. ર૦૦ના ભાવે એટલે કે પ્રતિ રૂ.ર૦ના ૧૦૦ ગ્રામ વેચાણ થઈ રહ્યાં છે. હાલમાં લીંબુના હોલસેલ ભાવ ૧૦૦ થી ૧ર૦ છે તો રિટેલ બજારમાં ૧૮૦ થી ર૦૦ રૂપિયા પહોંચી ગયા છે. ગુજરાતમાં લીંબુની સિઝન પૂરી થઇ ગઇ છે ત્યારે હવે માર્કેટમાં કર્ણાટકના, આંધ્રપ્રદેશના અને મહારાષ્ટ્રના લીંબુ આવતાં થયાં છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુનો ઉપયોગ અમૃત સમાન ગણાય છે, પરંતુ લીંબુના ભાવમાં ઉનાળામાં જ બેહદ વધારો જોવા મળ્યો છે. આ અંગે શાકભાજીના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે સાઉથમાંથી લીંબુની આવક ઓછી છે અને તેની માંગ વધી છે તેથી હોલસેલ ૨૦ કિલોનો ભાવ ૧૦૦૦થી વધીને ૧૬૦૦ થઈ ગયા છે. હજુ પણ લીંબુના ભાવ વધશે અને ગરમી વધવાની સાથે ગ્રામમાં નહીં પરંતુ નંગ દીઠ લીંબુ મળતાં થાય તો નવાઇ નહીં.

LEAVE YOUR COMMENT