1. Home
  2. Regional
  3. લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

0

અમદાવાદઃ  ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ શહેરનાં શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખરવી નાંખ્યું છે. સામાન્ય દિવસોમાં રૂ. ૪૦નાં કિલો લેખે મળતાં કોથમીર, લીંબુ, લીલાં મરચાંના ભાવ હાલમાં રૂ. ૧૬૦ના કિલો થયા છે. જયારે રૂ. ૪૦થી ૬૦ના કિલો પ્રમાણે મળતાં શાકભાજીના ભાવ રૂ. ૧૨૦ થી રૂ. ૧૪૦ને આંબી જતાં લોકોમાં બુમરાણ મચી છે. આમ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

શાકભાજીના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઇ ગઇ છે તેથી ભાવમાં એકાએક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ. ૪૦ના કિલો મળતાં હતાં તે વધીને રૂ. ૧૪૦ની આસપાસ થયા છે. જેમાં પરવળ, વટાણા, ચોળી જેવાં શાકના ભાવ રૂ. ૧૪૦ થી ૧૬૦ થઇ ગયા છે. ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોઈ તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. લીંબુના ભાવ પણ ૧ કિલોના રૂ. ૧૬૦ને આંબી ગયા છે. તેવી જ રીતે મરચાં અને આદુંનો ભાવ પણ એક કિલોના રૂ. ૧૬૦એ પહોંચી ગયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં થોડા વધે પરંતુ બમણાં થાય નહીં. જમાલપુરનાં શાકમાર્કેટમાં શાકભાજી ઓછા ભાવે મળે તેના બમણા ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોઈ શાકભાજીના વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો કર્યાનું લોકો માની રહ્યા છે. જમાલપુર શાકમાર્કેટમાં લીંબુ, કોથમીર, લીલાં મરચાં રૂ.૯૦થી ૧૦૦ના કિલો મુજબ વેચાય છે. જયારે પાલડી પાસે આવેલા સેમી હોલસેલ માર્કેટમાં લીલાં શાકભાજી ડબલ ભાવે વેચાણ થઈ રહ્યાં છે.

LEAVE YOUR COMMENT