1. Home
  2. Regional
  3. લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગ અંગે મંત્રી વિભાવરીબેન દવે સામે પોલીસમાં ફરિયાદ
લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગ અંગે મંત્રી વિભાવરીબેન દવે સામે પોલીસમાં ફરિયાદ

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગ અંગે મંત્રી વિભાવરીબેન દવે સામે પોલીસમાં ફરિયાદ

0

ભાવનગરઃ શહેરમાં મંગળવારે લોકસભા બેઠક પર યોજાયેલા મતદાન દરમિયાન રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ કરેલા પક્ષના પ્રચાર અને સૂત્રોચ્ચાર અંગે થયેલી આચારસંહિતાના ભંગની ફરિયાદ બાદ આ અંગે ફોજદારી રાહે પગલાં ભરવાની માંગ સાથે લોક પ્રતિનિધિત્વ ધારાની ભંગ સબબ ભાવનગર પોલીસમાં ફરિયાદ દાખલ થતા ચકચાર મચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર લોકસભા બેઠક પર પણ મતદાન યોજાયું હતું તે સમયે ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાવનગર શહેરના હિલ વિસ્તારમાં આવેલા વાળંદ જ્ઞાતીની બોર્ડિંગમાં તેમણે મતદાન બાદ મતદારોની હાજરીમાં બૂથ બહાર ઊભા રહી મોદી હે તો મુમકિન હૈ નો નારો લગાવ્યો હતો તેમના આ સૂત્રોચ્ચાર બદલ તેમણે મતદાન મથકમાં રહી આચાર સહિતા ભંગ કર્યાની કોંગ્રેસે મંત્રી વિભાવરીબેન દવે સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણી તંત્ર તરફથી કોઇ કાર્યવાહી થાય તે પૂર્વે જ કોંગ્રેસે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમના ભંગ સબબની ફરિયાદ નોંધી ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ભાવનગર પોલીસ તંત્રને ફરિયાદ આપતા રાજકીય હડકંપ મચ્યો છે. પોલીસે આ ફરિયાદ સ્વીકારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

tags:

LEAVE YOUR COMMENT