1. Home
  2. ગુજરાતી
  3. વકીલ હરીશ સાલ્વેને મોટુ સન્માન, બ્રિટનના મહારાણીના સલાહકાર તરીકે કરાઇ નિમણૂંક
વકીલ હરીશ સાલ્વેને મોટુ સન્માન, બ્રિટનના મહારાણીના સલાહકાર તરીકે કરાઇ નિમણૂંક

વકીલ હરીશ સાલ્વેને મોટુ સન્માન, બ્રિટનના મહારાણીના સલાહકાર તરીકે કરાઇ નિમણૂંક

0
  • વકીલ હરીશ સાલ્વેને મળ્યું મોટુ સન્માન
  • બ્રિટેનના મહારાણીએ સલાહકાર તરીકે કરી નિમણૂંક
  • 16 માર્ચના રોજ સંભાળશે ક્વીન કાઉન્સલનો પદભાર

ભારત માટે એક મોટા સમાચાર છે. દેશના પૂર્વ સોલિસિટર અને વરિષ્ઠ વકીલ જનરલ સાલ્વેને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મોટી જવાબદારી મળી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ હરીશ સાલ્વેને પોતાના કાઉન્સેલ તરીકે નિયુક્ત કર્યા છે. મહારાણી એલિઝાબેથ દ્વારા દર વર્ષે કોમનવેલ્થ દેશમાંથી કેટલાંક વરિષ્ઠ વકીલોની નિમણૂક કરવામાં આવે છે, જેમાં આ વખતે હરીશ સાલ્વેનું નામ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જ્યારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો કેસ ચાલ્યો હતો ત્યારે હરીશ સાલ્વે એ જ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કમાન સંભાળી લીધી હતી અને માત્ર એક રૂપિયાની ફી લઇને પાકિસ્તાનને લપડાક મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાણીએ આજે 114 વકીલોને પોતાના ક્વીન કાઉન્સલ (QC) તરીકે નિયુક્ત કર્યાં છે. આ સન્માન એ બધા ને મળે છે જેમણે વકિલાત ક્ષેત્રમાં ઉમદા કામ કર્યું હોય. આ 114 સહિત મહારાણીએ 10 વકીલોને સન્માન કરવાનું પણ એલાન કર્યું છે. બ્રિટીશના મહારાણી તરફથી 16 માર્ચના રોજ એક સમારોહમાં આ બધાને સન્માનિત કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.