1. Home
  2. ગુજરાતી
  3. વને-ડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયાએ જાહેર કર્યા નામ- શિખર ધવન નહી રમે વન-ડે સિરિઝ
વને-ડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયાએ જાહેર કર્યા નામ- શિખર ધવન નહી રમે વન-ડે સિરિઝ

વને-ડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયાએ જાહેર કર્યા નામ- શિખર ધવન નહી રમે વન-ડે સિરિઝ

0

વેસ્ટઈન્ડિઝ સાથે 3 મેચની વન-ડે સીરીઝ માટે ઈન્ડિયાની ટીમના ખેલાડીઓના નામ જાહેર કરી દીઘા છે,જેમાં શિખર ઘવનેને વનડે સીરીઝમાં એન્ટ્રી આપવામાં નથી આવી,વનડે સીરીઝ માટે ઘવનના બદલે મયંક અગ્રવાલને ઈન્ડિયા ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે,આ ટીમમાં ખેલાડીઓના નામ જાહેર કરતાની સાથે બીસીસીઆઈ એ  શિખર ઘવનને ટીમમાં એન્ટ્રી ન આપવાના કારણને લઈને કહ્યું કે, “સુરતમાં રમાયેલ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ધવનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે જાણ્યું કે આ ઈજામાંથી બહાર નીકળવા માટે ધવનને હજી થોડો વધુ સમય જોઇશે”

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાનારી ટી-20 સીરીઝમાં પણ શિખર ધવન ભાગ નહોતો લઈ શક્યો,ટી-20 સીરીઝ માટે શિખર ધવનની જગ્યાએ સંજૂ સેમસનને લેવામાં આવ્યો હતો.જો કે સંજૂને બે મેચ દરમિયાન રમવાની તક નહોતી મળી,વેસ્ટઈન્ડિઝ સામે રમાનારી હૈદરાબાદ અને તિરુવનંતપુરમ ટી-20 મેચમાં ઋષભ પંતએ ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપિંગ કરી હતી.ત્યાર બાદ ભુનેશ્વર કુમાર પણ વનડે ટીમમાં પરત ફર્યો છે,આ સિવાય ચાઈનામેન કુલદીપ યાદવ પણ વનડે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. કુલદીપની વેસ્ટઇન્ડીઝ સામે ચાલી રહેલી ટી -20 સિરીઝમાં પસંદગી કરવામાં આવી નહોતી.

આ સિવાય વેસ્ટઈન્ડિઝ સામે રમાનારી વનડે સીરીઝમાં ઈન્ડિયાની ટીમમાંથી વિરાટ કોહલી,રોહિત શર્મા,મયંક અગ્રવાલ,લોકેશ રાહુલ,શ્રેયસ અય્યર,મનીશ પાંડે,ઋષભ પંત,દિપક ચાહર,મોહમ્મદ શમી,ભુનેશ્વર કુમાર,શિવમ દુબે,કેદાર જાઘવ,રવિન્દ્ર જાડેજા,યુજવેન્દ્ર ચહલ,કુલદિપ યાદવનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.