1. Home
  2. Regional
  3. વાસંતી નવરાત્રીનો પ્રારંભઃ અંબાજી મંદિરમાં પૂજા અર્ચનાનું વિશેષ આયોજન
વાસંતી નવરાત્રીનો પ્રારંભઃ અંબાજી મંદિરમાં પૂજા અર્ચનાનું વિશેષ આયોજન

વાસંતી નવરાત્રીનો પ્રારંભઃ અંબાજી મંદિરમાં પૂજા અર્ચનાનું વિશેષ આયોજન

0

અંબાજી: આજથી વાસંતી નવરાત્રી નો પ્રારંભ થશે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ સહિત શહેરોમાં  સિંધી સમાજ દ્વારા ઝૂલે લાલ દરિયાલાલ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગુડીપડવાની ઉજવણી પણ કરવામાં આવી હતી. વર્ષની ચાર નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ સાધના સિદ્ધિ કરવા માટે છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવ દુર્ગા ઉપાસના કરવી, સશસ્ત્ર અર્ચન, રોગોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ બગલામુખી સાધના સિદ્ધિ કરવા માટે અતિ મહત્વની ગણાય છે.

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો. માતાજીનાં મંદિરમાં વહેલી સવારથી  યાત્રીકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રીના પગલે  મંદિરના સભા મંડપમાં  ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતુ. અને  સાત પ્રકારના મિશ્રીત અનાજના જવેરા  વાવવામાં આવ્યા હતા  આમ તો આસો અને ચૈત્ર માસની બન્ને નવરાત્રીનું વિશેષ મહત્વ સમાયેલું છે. આજે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમિયાન શુભ મુહૂર્તમાં મંદિરના મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને પ્રાંત અધિકારી ,હિસાબી અધીકારીની ઉપસ્થિતિમાં આ ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. જોકે આ ઘટસ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જોઇ ને ખેડુતો માટે વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ લગાવવામાં આવે છે. અને જેટલાં જવેરાં મોટા થાય એટલી કૃષી પેદાશની ફસલ સારી થવાની અને વર્ષ સારૂ જશે એવી માન્યતાં આ ઘટસ્થાપનમાં સમાયેલી છે. એટલુ જ નહી આ નવરાત્રીમાં પુજા અર્ચનને મંત્ર નો વિશેષ મહત્વ સમાયેલું છે.  અને હિન્દુઓ માટેના નવા વર્ષની આજથી શરુઆત થાય છે જ્યારે આજે અંબાજીમાં આજે પ્રથમ નોરતે દુરદુરથી આવેલા શ્રધ્ધાળુઓએ સવારની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી

tags:

LEAVE YOUR COMMENT