1. Home
  2. Regional
  3. વેરાવળમાં દારૂ પીધેલા શખસોને રોકતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણઃ એએસપી સહિત છ પોલીસ જવાનો ઘવાયા
વેરાવળમાં દારૂ પીધેલા શખસોને રોકતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણઃ એએસપી સહિત છ પોલીસ જવાનો ઘવાયા

વેરાવળમાં દારૂ પીધેલા શખસોને રોકતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણઃ એએસપી સહિત છ પોલીસ જવાનો ઘવાયા

0

ગીર સોમનાથ :  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવાવાડા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પેટ્રોલિંગમાં નીકળેલી એએસપીનું બૂલેટ સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં એએસપી સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ શહેરમાં આવેલા ખારવાવાડા વિસ્તારમાં મોડી રાત્રે એએસપી અમિત વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. આ દરમિયાન તેમણે દારૂ પીધેલા બે વ્યક્તિઓને રોક્યા હતા. જેને કારણે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા. આમ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોએ એએસપીના બૂલેટ મોટરસાયકલને આગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસની બોલેરો કાર પર પથ્થરમારો કરી પોલીસ વાહનોનો  કચ્ચરધાણ બોલાવ્યો હતો. આથી મામલો વધુ ગરમાયો હતો. આ બનાવને પગલે જિલ્લાભરની પોલીસના દોડતી થઈ હતી, અને આખી ફોજ ખારવાવાડામાં ઉતારી દેવાઈ હતી.ખારવાવાડા વિસ્તારમાં સ્થાનિક યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લાભરની પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયુ હતું. ખારવા વાડા વિસ્તાર આખો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. સ્થાનિક યુવાનોનું કહેવુ છે કે, મોડી રાત્રે પોલીસે વળતા જવાબમા આતંક મચાવ્યો હતો. અમારી બાઇકમાં તોડફોડ શરૂ કરી હતી. આશરે 60 થી 70 બાઇકમાં તોડફોડ કરાઈ અને 10 જેટલા વ્યક્તિની અટકાયત કરી હતી. સ્થાનિકોના મતે પોલીસ છેલ્લાં ચાર દિવસથી દુકાનો બંધ કરાવતી હતી, જેને લઈને બબાલ મચી હતી. પથ્થરમારામાં ઘાયલ એએસપી અમિત વસાવા સહિત 6 પોલીસ કર્મીઓને સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક નેતાઓ પણ દોડતા થઈ ગયા હતા. આ ઘટનાને જોતા જિલ્લાભરની પોલીસના ધડેધડા ઉતારી દેવામાં આવ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT