1. Home
  2. Regional
  3. વૈદિક મંત્રોચ્ચાર સાથે શહિદ જવાનોને સોલા ભાગવતના ઋષિકુમારોએ આપી શ્રધ્ધાંજલિ
વૈદિક મંત્રોચ્ચાર સાથે શહિદ જવાનોને સોલા ભાગવતના ઋષિકુમારોએ આપી શ્રધ્ધાંજલિ

વૈદિક મંત્રોચ્ચાર સાથે શહિદ જવાનોને સોલા ભાગવતના ઋષિકુમારોએ આપી શ્રધ્ધાંજલિ

0

કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં વિવિધ પ્રકારે વિરોધ અને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠના રૂષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સાથે જ શહીદ જવાનોના પરિવાર અને દેશવાસીઓને આ આઘાતમાંથી નિકળવાની અને દુશ્મનો સામે લડવાની તાકાત મળે તે માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી છે.

પુલવામાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ સ્તબ્ધતા અને રોષ અનુભવી રહ્યો છે. દેશમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. તો સાથે જ શહીદોને શ્રધ્ધાંજલી પણ અપાઇ રહી છે. કષ્ટની આ ઘડીમાં શહીદ જવાનોના પરિવાર એને દેશના તમામ લોકોને એક તાકાત પ્રાપ્ત થાય અને સૌ કોઇ આ આઘાતમાંથી બહાર આવે તે માટે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રૂષિકુમારો દ્વારા ખાસ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારતીય શાસ્ત્રો મુજબ વૈદિક મંત્રોચ્ચાર કરી આ રૂષિકુમારોએ તમામ માટે પ્રાર્થના કરી હતી.

LEAVE YOUR COMMENT