1. Home
  2. Political
  3. શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ ફરીવાર ભાજપમાં જોડાય એવી શક્યતા
શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ ફરીવાર ભાજપમાં જોડાય એવી શક્યતા

શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ ફરીવાર ભાજપમાં જોડાય એવી શક્યતા

0

અમદાવાદઃ  ગુજરાતના રાજકારણના દિગજ્જ ગણાતા નેતા શંકરસિંહ વાઘેલાએ ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છોડી હતી. ત્યારબાદ ભાજપમાં જોડાયા ન હતા.પણ શંકરસિહ વાઘેલાને કારણે ભાજપને વિઘાનસભાની ચૂંટણીમાં ફાયદો થયો હતો. બાપુ સાથે જ કોંગ્રેસ છોડેલા તેમના સાથીઓ તેજશ્રીબેન પટેલ, રાઘવજી પટેલ સહિતના તત્કાલિન ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ ગયા હતા. હવે શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરીવાર ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો વહેતી થઈ છે. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રસિંહ વાઘેલા આગામી તા. 26મી માર્ચના રોજ યોજાનારા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ બાપુ સાથે જ ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા. અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલને હરાવવા માટે શંકરસિંહ વાઘેલાએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ ભાજપમાં ન જોડાયને જન વિકલ્પ મોરચાનું ગઠન કર્યું કર્યું હતું. પણ તે સમયે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા હતા.પણ ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ નારાજગી વ્યક્ત કરતા મહેન્દ્રસિંહએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતુ. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ ગયા હતા. અને શંકરસિંહ વાઘેલા એનસીપીમાંથી લોકસભાની ચૂંટણી લડશે એવી ચર્ચાઓ થઈ હતી. પણ આખરે શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય લેવલે એનસીપીનું કોંગ્રેસ સાથે જોડાણ થયેલું છે. પણ ગુજરાતમાં કોંગ્રેસ એનસીપી માટે કેટલી બેઠકો છોડશે તે નક્કી થયું નથી. પણ શંકરસિંહ નહીં તો મહેન્દ્રસિંહને એનસીપીમાં ચૂંટણી લડાવવામાં આવશે. એવી અટકળો ઊભી થઈ હતી. પણ હવે મહેન્દ્રસિંહ ફરીવાર ભાજપમાં જોડાય રહ્યાની અટકળો ચાલી રહી છે. જોકે મહેન્દ્રસિંહને ભાજપ લોકસભાની ટિકિટ આપશે કે કેમ તે નક્કી નથી. શંકરસિંહ વાઘેલા જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ઝાટકી રહ્યા છે. ત્યારે તેમના પૂત્ર ભાજપમાં જોડાય રહ્યાની ચર્ચા જાગી છે. કહેવાય છે. કે, આગામી તા. 26મીએ યોજાનારા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહેન્દ્રસિંહને ભાજપનો ખેસ પહેરાવશે.

LEAVE YOUR COMMENT