1. Home
  2. Regional
  3. શામળાજી નજીક 12 કિલો ચરસના જથ્થા સાથે બે કાશ્મીરીઓ સહિત ત્રણ શખસ ઝડપાયા
શામળાજી નજીક 12 કિલો ચરસના જથ્થા સાથે બે કાશ્મીરીઓ સહિત ત્રણ શખસ ઝડપાયા

શામળાજી નજીક 12 કિલો ચરસના જથ્થા સાથે બે કાશ્મીરીઓ સહિત ત્રણ શખસ ઝડપાયા

0

મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેથી એનડીપીએસની ટીમે બાતમી આધારે એક કારમાં લઈ જવાતા  50 લાખની કિંમતના ૧૨ કિલો ચરસના જથ્થાને ઝડપી પાડી આ ગુનામાં કાશ્મીરના બે અને ગુજરાતનો એક શખસ મળી ત્રણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ એનડીપીએસ અમદાવાદની ટીમને બાતમી મળી હતી કે એક કારમાં નશીલા પદાર્થનો જથ્થો લઈને ચોક્કસ નંબરની કાર ગુજરાત આવી રહી છે. જેના આધારે  શામળાજી નજીકના ચાર રસ્તા પાસે એનડીપીએસની ટીમના અધિકારીઓએ વોચ ગોઠવી હતી અને રાજસ્થાન બાજુથી આવતા તમામ વાહનો ઉપર વોચ રાખી હતી દરમિયાનમાં રાજસ્થાન બાજુથી આવતી કાર નંબર સીએચ ૦૧ બીએફ ૯૪૬૬ શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઊભી રખાવી હતી. દરમિયાન  કારમાં તપાસ હાથ ધરી હતી ત્યારે કારની પાછળની જમણી બાજુની બ્રેક લાઈટની પાછળના ભાગે ખાનું બનાવી તેમાં ભરેલો ૧૨ કિલો ચરસનો જથ્થો કિંમત ૫૦ લાખથી વધુનો મળી આવ્યો હતો. આ જથ્થો કબજે લીધા બાદ એનડીપીએસની ટીમે આ ચરસ લઇ આવતા જમ્મુ કાશ્મીરના બે શખસ અને ગુજરાતનો એક શખસ એમ કુલ ત્રણ શખસની અટકાયત કરી હતી હાલ આ જથ્થો ક્યાંથી ક્યા લઇ જવાનો હતો અને કોને આપવાનો હતો તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT